આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ ઝંખતુ ચાણસ્માનું મેરવાડા ગામ

પાટણ
પાટણ

ગ્રામજનોની પ્રાથમિક સુવિધાઓ સંતોષાય નહીં તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાય તેવી ગતિવિધિઓ તેજ બનાવાઈ

આઝાદીના આટલા વર્ષો પછી પણ પાટણ જિલ્લાનું છેવાડુ ગામ મેરવાડા વિકાસ ઝંખી રહયું છે ત્યારે ગામની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સ્થાનિક નેતાઓ સહિત આગેવાનો વામણા સાબિત બનતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

મેરવાડા ના ગ્રામજનોએ ગામના વિકાસ પ્રશ્નો બાબતે પોતાની હૈયાવરાળ વ્યકત કરતાં જણાવ્યું હતું કે આઝાદી ના આટલા વર્ષો પછી પણ ગામમાં કોઈ વિકાસ થયો નથી. ગામમાં દરબારોના મહોલ્લામાં જવા માટે કાચા રસ્તા નો સહારો લેવો પડે છે રાતના સમયે નીકળવામાં આ રસ્તા ઉપર લોકો ડર અનુભવી રહ્યા છે. તો વર્ષોથી ગ્રામજનો એક માંગણી કરી રહ્યા છે કે ખેતરોમાં જવા માટે નદી માંથી કાચા રસ્તામાંથી પસાર થવું પડે છે. તેમજ માલ સામાન લાવવા માટે નદીમાંથી કોઈ સાધન નીકળે તેવા રસ્તા નથી આ રસ્તા બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં આ રસ્તો આજની તારીખે પણ કાચો ને કાચો જ રહ્યો છે જો આ રસ્તાને પાકો કરવામાં આવે તો ખેડૂતોને ખેતરમાં જવા માટે ઘણી તકલીફો દૂર થાય તેમજ ખેતરો માંથી માલ સામાન લાવવા માટે આ રસ્તો પાકો બનાવવો ખૂબ જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

આ ગામ માંથી તાલુકા મથક ચાણસ્મા જવા માટે સવારના 10:00 વાગ્યામાં કોઈ બસની વ્યવસ્થા નથી જેના કારણે વિધાર્થીઓ સહિત ગ્રામજનોને ચાણસ્મા જવા માટે  ધીણોજ થઈ ફરીને  ચાણસ્મા જવા માટે ફરજ પડે છે.

આઝાદીના આટલા વર્ષો પછી પણ મેરવાડા ગામે રોડ, રસ્તા અને સફાઇ સહિત ની પ્રાથમિક સુવિધા ના અભાવને લઈ ગ્રામજનોમાં સ્થાનિક નેતાઓ અને રાજકીય આગેવાનો પ્રત્યે પણ રોષની લાગણી ઉદભવવા પામી છે. ત્યારે  આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે મેરવાડા ગામની પ્રાથમિક સુવિધાઓ સંતોષવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગતિવિધિઓ તેજ બની હોવાનો ગ્રામજનોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.