પાટણ લોકસભા ચૂંટણીમાં ફરજ સોંપેલ કર્મચારીઓને ચૂંટણીલક્ષી 170 વસ્તુઓ સાથેની કીટ આપી મતદાન મથકો ઉપર રવાના કરાયા

પાટણ
પાટણ

પાટણ લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા ચુંટણી અધિકારી સહિત ચુટણી તંત્ર દ્વારા ચુંટણી લક્ષી તમામ પ્રકારની કારીગરી પૂણૅ કરવામાં આવી છે. ત્યારે મંગળવારના રોજ પાટણ લોકસભા ની ચુંટણીનુ મતદાન થવાનું હોય જેને લઈને સોમવારે 7 વિધાનસભાના ડીસ્પેચ સેન્ટરો પરથી મતદાર સ્ટાફને ઇવીએમ, વીવીપીએટ સહીતની 170 વસ્તુ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને  તમામ વસ્તુઓ સાથે ફરજ પરનો સ્ટાફ પોતાના મતદાન મથકો ખાતે જવા રવાના થયો હતો.

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો મા પાટણ,સિધ્ધપુર, ચાણસ્મા,રાધનપુર અને બનાસકાંઠાની બે વિધાનસભા બેઠક મા વડગામ, કાંકરેજ અને મહેસાણા જિલ્લાની એક વિધાનસભા બેઠક મા ખેરાલુનો સમાવેશ થાય છે.

તા. 7 મેં ના રોજ 2073 મતદાન મથકો પર મતદાન યોજાવાનું હોઈ સોમવારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોના મતદાન મથકો પર ચુંટણીની જવાબદારી સંભાળી રહેલા સ્ટાફને ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ,વીવીપીએટ,શાહી,ડાયરી, મતકુટીર, સોય- દોરા, લાખ સહીતની 170 પ્રકારના મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવતા સાહિત્ય અને સ્ટેશનરીની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે તમામ સામગ્રી લઈને ફરજ પરના કર્મચારીઓ પોતાના મતદાન મથકો પર જવા રવાના થયા હતા.

પાટણ વિધાનસભા મત વિસ્તારના 308 મતદાન મથકો પર કાલે મતદાન યોજાવાનુ હોય સોમવારે સવારે હેમ.ઉ.ગુ. યુનિ પાટણના બીબીએ ભવન ખાતે બનાવવામાં આવેલા ડીસ્પેચ સેન્ટર ખાતેથી પ્રાંત અધિકારી મિતુલ પટેલના માર્ગદર્શન નીચે મતદાનમાં રોકાયેલા સ્ટાફને ચુંટણી નું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યુ હતુ. જે સામગ્રી લઇને ફરજ પરના કર્મચારીઓ 35 રુટ મારફત 52 બસો અને ખાનગી વાહનમાં બેસી ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે 308 મતદાન મથકો ખાતે જવા રવાના થયા હતા. પાટણ વિધાનસભાના ડીસ્પેચ સેન્ટર પર પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ સહિત મામલતદારે ઉપસ્થિત રહી ચુંટણીલક્ષી સાહિત્ય વિતરણની કામગીરી શાંતિ પૂણૅ માહોલમાં કરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.