પાટણમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ધારપુર હોસ્પિટલના દ્વારા સી પી આરની તાલીમ આપવાનું શરૂ કરાયું

પાટણ
પાટણ

બાળકો અને યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા કિસ્સાઓમાં મૃત્યુ પણ થાય છે. ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે રવિવારે પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 2400 શિક્ષકોને ધારપુર મેડિકલ કોલેજ ખાતે સીપીઆરની તાલીમ આપવામાં આવી રહી છે.હાર્ટ એટેકના હુમલાઓમાં માનવ મૃત્યુ અટકી શકે તે માટે રાજ્ય સરકારે ગામે ગામ સાથે સંકળાયેલા શાળાના શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવાનો નિર્ણય લીધો છે. જેને લઈ પ્રથમ તબક્કામાં પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. ત્યારે કુલ 5400 શિક્ષકોમાંથી પ્રથમ તબક્કામાં રવિવારે 2400 શિક્ષકોને ધારપુર મેડિકલ કોલેજ ખાતે ડોક્ટરોએ તાલીમ આપવાની શરૂઆત કરી હતી.


એક કલાકમાં 300 શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આમ તબક્કાવાર સાંજે 6:30 સુધીમાં 2400 શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી એ જણાવ્યું હતું.ધારપુર હોસ્પિટલના ડો હિતેશભાઈ ગોસાઈ એ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન 2400 શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. જેમાં ડો દીક્ષિત મોઢ, ડો. સિલપીન સોલંકી ડો. મંથન પરમાર દ્વારા શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.