પાટણના કાર્તિકેય સ્વામી ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ જામી, અહીં કાર્તિક પૂર્ણિમાના દિવસે જ થાય છે દર્શન

પાટણ
પાટણ

ધર્મનગરી પાટણમાં દામજીરાવ બાગ ખાતેનાં છત્રપતેસ્વર મહાદેવના સાનિધ્યમાં બિરાજમાન કાર્તિક સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે. ત્યારે સોમવારે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભગવાન કાર્તિકેય સ્વામીના મંદિરના દ્વાર ખુલતા દશૅન માટે ભક્તોની સવાર થીજ ભીડ જોવા મળી હતી. ભગવાનનું મુખ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જોવા અને દર્શન કરવાનો એક લ્હાવા સાથે આશીર્વાદરૂપ હોઈ વહેલી સવારથી ભક્તોનુ ધોડાપુર ઉમટ્યું હતું.અને ભગવાનના દર્શન ધન્યતા અનુભવી હતી.

પાટણના દામાજીરાવ બાગમાં આવેલા 250 વર્ષ પૌરાણિક છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર સાથે ભગવાન કાર્તિક સ્વામી પણ બિરાજમાન છે. ત્યારે કાર્તિક પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલી ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સૂર્યોદયથી સૂર્યાસ્તના સમય દરમિયાન કાર્તિકેય ભગવાનના મુખના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી વહેલી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં પોતાની બાધા મનોકામના પૂર્ણ કરવા ઉમટ્યાં હતા. મંદિર પરિસરમાં યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેમાં યજમાન પદે ગોપાલ ભાઈ રાજપૂત પરિવારે લ્હાવો લીધો હતો. પાટણ નાં બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં પૂજાવિધિ કરાવી હતી. તો આ પ્રસંગે કાર્તિકેય સ્વામીનો પંચામૃત મહા અભિષેક કરાયો હતો જેનાં યજમાન પદે પાટણના સેવાભાવી અગ્રણી અને વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત પરિવારે લ્હાવો લીધો હતો.

પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય ભગવાન વચ્ચે પુથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોર લઇ સમય મર્યાદામાં પુથ્વીની સાત વાર ભ્રમણ કર્યું હતું. પરંતુ ભગવાન ગણેશ ચતુર હોઈ તેમને પુથ્વીના ભ્રમણ કરવાના બદલે પોતાના માતા પિતાના સાત ફેરા કરી ભ્રમણ પુરૂ કરતા તમામ ભગવાને ગણેશના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ ખુશ થઇ ગણેશના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા.

ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઇ પોતાને શાર્પ આપ્યો હતો જે મારું મુખ જોશે તે વિધવા થશે ત્યારે માતા પાર્વતી અને તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજાવતાં તેમને નિર્ણય કર્યો હતો કે વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરણિત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તે સૌભાગ્ય વતી બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એકવાર જ વાર ખુલે છે પૂજારી અનિલભાઈ રાવલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.