સિદ્ધપુરના ગાગલાસણ ખાતે કેબિનેટ મંત્રી અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમારોહ યોજાયો

પાટણ
પાટણ

દેશના તમામ ગામડાઓ પાયાની સુવિધાઓ પહોંચે, ગ્રામવાસીઓએ ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પ્રત્યક્ષ મળી રહે તે માટે દેશભરમાં 15 મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામે આવી પહોંચ્યો હતો જ્યાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતના અઘ્યક્ષતામાં ગાંગલાસણ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમારોહ યોજવામાં આવ્યો હતો. અહી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ગામવાસીઓ જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ગામવાસીઓએ હેલ્થ કેમ્પનો, આધાર કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો. આઈસીડીડી વિભાગ દ્વારા મિલેટ્સનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સરકારના વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં 680 થી વધુ ગ્રામવાસીઓએ આરોગ્યના કેમ્પમા ચેકઅપ કરાવ્યું હતું. જેમાં 877 જેટલા લોકોનું ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન 21 જેટલા ગ્રામવાસીઓએ આયુષ્યમાન કાર્ડ સ્થળ પર પ્રાપ્ત કર્યું હતું. ઉપરાંત 09 જેટલા લાભાર્થીઓએ ઉજવલા યોજનાનો લાભ લીધો હતો. કાર્યકમમાં અંતે કેબિનેટ મંત્રીએ પટેલ કામેશભાઇના ખેતરમાં ડ્રોન નિદર્શન ગ્રામવાસીઓ સાથે નિહાળ્યું હતું.


આ પ્રસંગે કેબિનેટ મંત્રીબળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ભારત દેશના વડાપ્રધાન આપના ગામમાં દરેકને સરકારી લાભ મળી રહે, ગ્રામવાસીઓનો વિકાસ થાય તે માટે સતત ચિંતા કરી રહ્યા છે. આજે આપના જીવનમાં આપના ઉપર રહેલા ઋણો ઉતારવાની કોશિશ કરવી જોઈએ. કોઈને મદદ કરવા માટે આંગળી ચીંધવાનું પૂર્ણ છે તેવી જ રીતે આપ સૌ સરકારી યોજનાઓ વિશે જાગૃત થઇને લાભ મેળવજો.આજે ગાગાલસણ ગામે હર ઘર જલ નળ યોજનાઓમાં 100% સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે આપણા માટે સૌ માટે ગૌરવની વાત છે. આ ગામે ઘણી બધી સરકારી યોજનાઓમાં 70 થી 80% સિદ્ધિ પ્રાપ્ત કરી તે આપણા માટે આનંદની વાત છે. આવનાર સમયમાં સિદ્ધપુર મુકામે એરપોર્ટ બનશે અને સિદ્ધપુર નો ચોમેર વિકાસ થશે.પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસાર સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS,PMJAY, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોનો સુખદ અનુભવ વ્યક્ત કર્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.