પાટણમાં કુળદેવી સમોરા માતા ની જન્મ જયંતી પર્વની ભક્તિ માહોલમાં ઉજવણી

પાટણ
પાટણ

સ્વામી પરિવારના કુળદેવી સમોરા માતાજી ની જન્મ જયંતી પવૅની પાટણ શહેરમાં વસતા સમસ્ત સ્વામી પરિવારદ્વારા ભકિત સભર માહોલ માં આજરોજપવિત્ર દિવસે કરવામાં આવી હતી. કુળદેવી માતાજી ના જન્મ જયંતી પવૅ નિમિત્તે શહેર ના ઝીણીરેત ખાતે રહેતા યજમાન પરિવાર ડાહ્યા ભાઈ ઉજમશીભાઈ સ્વામી ના નિવાસ સ્થાને થી ભક્તિ સંગીત ના સુરો વચ્ચે માતાજીની પુજા અચૅના અને આરતી સાથે ભવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન પામી હતી. આ પાલખી યાત્રા ના પ્રારંભ પ્રસંગે પાટણ ના સાંસદ ભરતસિંહ ડાભી, પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનોજપટેલ સહિત રાજકીય,સામાજિક આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી માતાજી ની પાલખી યાત્રા ના દશૅન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કુળદેવી શ્રી સમોરા માતાજી ની પાલખી યાત્રા ઝીણીરેત ખાતેથી મોટી સંખ્યામાં સ્વામી પરિવારજનો અને કળશધારી કુવાસીયો સહિત ના ભકતો સાથે પ્રસ્થાન પામી મોટી ભાટિયાવાડ, નિલમ સિનેમા,બુકડી,મીરાદરવાજા થઈને પદ્મનાભ મંદિર પરિસર ખાતે પહોચતા પાલખી યાત્રા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર પ્રસંગે પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવેલ યજ્ઞ ના યજમાન પદે સ્વામીદિનેશભાઈ લક્ષ્મણદાસ પરિવારે લ્હાવો લીધો હતો યજ્ઞ ની શાસ્ત્રોકત વિધિ નાતગોર જયેશભાઈ પંડયા સહિત ના ભૂદેવોએ સંગીત ના સુરો વચ્ચે કરી વાતાવરણ ને પવિત્ર અને ભકિતમય બનાવ્યું હતું. યજ્ઞની પૂણૉહૂતિ પ્રસંગે મોટી સંખ્યામાં સ્વામી પરિવારજનોએ ઉપસ્થિત રહી આહૂતિ અપૅણ કરી પરિવારમાં સુખ,સમૃધ્ધી અને શાંતિ સાથે વિશ્વ કલ્યાણ ની કામના વ્યકત કરી સમૂહ પ્રસાદ ગ્રહણ કરી કુળદેવી માતાજી ના આશિર્વાદ મેળવી કુળદેવી માતાજી ના જન્મ જયંતી પવૅ ને યાદગાર બનાવ્યો હતો. પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતા ના જન્મ જયંતી પવૅ ને સફળ બનાવવા પરિવારના પ્રમુખ યશપાલ સ્વામી, ચેરમેન શાંતિભાઈ સ્વામી, મંત્રી નિલેશભાઈ સ્વામી, કમલેશ સ્વામી,રાજેશભાઈ ( ખન્નાભાઈ),કલ્પેશ સ્વામી,મણીભાઈ સ્વામી, કનુભાઈ સ્વામી સહિત પરિવારના સેવાભાવી વડિલો,યુવાનોએ જહેમત ઉઠાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.