દહેગામથી પાટણમાં માતાજીને ધજા ચડાવવા આવેલા સંઘ પર ભમરાઓ ત્રાટક્યા

પાટણ
પાટણ

પાટણ શહેરના લિબચ માતાજી ના મંદિર ખાતે ખાતે દહેગામથી 5 જેટલી બસ મારફતે 300 જેટલા શ્રદ્વાળુઓ માતાજીની 52 ગજની ધજા ચડાવવા ડીજેના તાલે વાજતે ગાજતે લિબંચ માતાના દર્શને જતા હતા. ત્યારે શહેરના ફાટીપાડ દરવાજા નજીક ડીજેના અવાજના કારણે ભમરા ઉડતા અફરા તફરી મચી હતી. આ સમય દરમિયાન વરઘોડામાં મધમાખીના ઝુંડે દર્શનાર્થીઓ પર અચાનક હુમલો કરી દીધો હતો. ઝેરી મધમાખીના હુમલાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મધમાખીએ 25થી વધુ લોકોને ડંખ માર્યા હતા. જેમાં એકનું મોત થયું હતું. જ્યારે જેમાં 10થી વધુ લોકોને સારવાર લેવાની ફરજ પડી હતી.


દહેગામમાં 84 વાળંદ સમાજ ધ્વારા પાટણ લીંબચ માતાજીના ધજા ચઢાવાનો કાર્યક્રમ સોમવારે સાંજે યોજાયો હતો. ત્યારે દહેગામથી 5 જેટલી બસ મારફતે પાટણ પહોંચ્યા હતા. ત્યારે મંદિરથી એક કિલોમીટર દૂર ફાટીપાડ દરવાજા બહારથી માતાજીની 52 ગજની ધજા ડીજે સાથે વરઘોડો પસાર થઇ રહ્યો હતો, ત્યારે ડીજેના તાલે મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરતા 25થી વધુ લોકોનં ડંખ માર્યા હતા, એમાં દહેગામમાં અગાઉ શ્રીનાથ બંગ્લોઝ અને દહેગામ વેદ ગ્રીન્સમાં રહેતા અને મૂળ ગામ લીહોડાના નિવૃત જીઇબીના કર્મચારી ઉદયભાઈ મગલભાઈ પારેખને મધમાખીના ઝુંડે અસંખ્ય ડંખ માર્યા હતા. જેના લીધે તેમને સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સિવિલમાં વધુ ખરાબ થતા તેમના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મોતથી સમગ્ર દહેગામમાં શોકની લાગણી જોવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.