પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે તો કોંગ્રેસના ઉમેદવાર 18 એપ્રિલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે

પાટણ
પાટણ

લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષના ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પ્રચાર શરૂ કરી દીધો હતો. ત્યારે હવે 16 એપ્રિલે મંગળવારે ભાજપના ઉમેદવાર ભરત ડાભી અને 18 એપ્રિલ ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાનું ઉમેદવારી પત્ર ટેકેદારો સાથે ભરશે. ત્યારબાદ ઝંઝાવાત ચૂંટણી પ્રચાર શરૂ થશે અને મોટાગજના નેતાઓની સભાઓ યોજાશે.

પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ભરત ડાભીને રિપીટ કર્યા છે તો કોંગ્રેસ દ્વારા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ને ટીકીટ આપી છે ત્યારબાદ ગામે ગામ શુભેચ્છાઓ અને અભિનંદન સમારોહ સાથે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. ઉમેદવારો તાલુકા અને શહેરના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો અને કાર્યકતાઓ સાથે ગામે ગામ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ 12 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન ઉમેદવારી પત્રો ભરવાનો સમય છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારના ઉમેદવારી પત્રો ભરવાની તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે 16 એપ્રિલને મંગળવારે ભાજપના ઉમેદવાર ભરત ડાભી અને 18 એપ્રિલ ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે જેની જેની જાહેરાત પાટણ જિલ્લા ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

પાટણ શહેરની કનસડા દરવાજા પાસે આવેલ જૂની શિશુ મંદિર શાળા ખાતેથી ભાજપના ઉમેદવાર ભરત ડાભી પોતાનું ઉમેદવારી પત્ર 16 એપ્રિલ મંગળવારે સવારે 9:30 કલાકે સભા યોજી રેલી સ્વરૂપે સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર શહેરના પ્રગતિ મેદાન ખાતેથી 18 એપ્રિલ ગુરુવારે સવારે 10:00 કલાકે જાહેરસભા બાદ રેલી સ્વરૂપે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા સમર્થકો સાથે નીકળશે. જે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર શુભમુહુર્તમાં ભરશે. બંને ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાને લઈને સૌને જાહેર આમંત્રણ આપ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.