ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્કલેવમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સમિટમા સ્ટોલ રખાયો

પાટણ
પાટણ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ગાંધીનગરમાં 7મી ડિસેમ્બરે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે . આ કોફ્લેવમાં રાજ્યભરની યુનિવર્સિટીઓ, અગ્રણી ટેક્નિકલ કોલેજો, દેશભરમાંથી યુનિકોર્નના પ્રતિનિધિઓ, વેન્ચર કેપિટલિસ્ટ અને અગ્રણી ઉદ્યોગપતિબોએ હાજરી આપેલ છે.આ સ્ટાર્ટઅપ કોક્લેવનો ઉદ્દેશ વિધ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ રોકાણકારો, એન્જલ નેટવર્ક્સ અને વિવિધ ઉદ્યોગના અગ્રણીઓ માટે વિચારોનું આદાનપ્રદાન કરવા તેમજ સ્ટાર્ટબપ ઇકોસિસ્ટમમાં વધુ શકયતાઓનું અન્વેષણ કરવા માટે ગતિશીલ પ્લેટફોર્મ બનાવવાનો છે. સમિટનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા DTE (ડાયરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન), startupindia તેમજ SSIP BRE સંયુક્તપણે કરવામાં આવેલ છે.ગતિશીલ ગુજરાત સરકાર દ્વારા દરેક યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી (SSIP) માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના ઉપક્રમે યોજાયેલ આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓના ઈનોવેશન અને વિચારોને સમર્થન આપવા અને તેમના સર્જનાત્મક ધંધાના વિષ્ઠ ઉપયોગ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે એક સંકલિત રાજ્યવ્યાપી ઈનોવેટિવ ઈકોસિસ્ટમ બનાવવાનો છે.તદુપરાંત આ સમગ્ર સમિટ સ્ટુડન્ટ્સ માટે સ્ટુડન્ટ સેન્ટ્રિક ઇનોવેશન અને પ્રીઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ (IPIES) વિકસાવવા, સર્જનાત્મકતાના વિકાસ માટે વાતાવરણ ઊભું કરવા અને શૈક્ષણિક સંસ્થાઓમાં એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ સિસ્ટમને વધુ સારી રીતે અમલીકરણ માટેના વિચારોને સમર્થન આપવા, શૈક્ષણિક સંસ્થાઓની આંતરિક ક્ષમતા અને ઈનોવેશન ઇકોસિસ્ટમના મુખ્ય ઘટકોનું નિર્માણ કરવા, ગુજરાતમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ, સંશોધન, ઇનોવેશન, વિચારોનો ઉપયોગ કરીને અને તેને હેન્ડહોલ્ડ કરીને મનથી માર્કેટ માટે માર્ગ બનાવવા, વિધ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટે પ્રોત્સાહિત કરવા તેમજ value for maney and value for many બનાવવાની તક આપવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પુરુ પાડવા માટે કરવામાં આવેલ છે. 200થી વધુ સ્ટોલ, થીમ પેવેલિયન અને વિધ્યાર્થીઓના દવરા બનાવેલ વિવિધ પ્રોજેક્ટ્સ આ સમિટના જોવાલાયક આકર્ષણો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમિટમાં હોલ 11 ખાતે સ્ટોલ નંબર 48 થી 61 રાખવામાં આવેલ છે. જેમાં યુનિવર્સિટીને લગતી સમગ્ર માહિતી મુદ્દાસર પ્રદર્શિત કરવામાં આવેલ છે.સમિટમાં આવતા અધ્યાપકો, વિધ્યાર્થીઓ, યુનિકોર્નના પ્રતિનિધિઓ, વેન્ચર કેપિટલિસ્ટ, ઉદ્યોગપતિઓ તથા તમામ મુલાકાતીઓએ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. વધુ માહિતી માટે યુનિવર્સિટીની માહિતી પુસ્તિકા દરેક મુલાકાતીને આપવામાં આવી હતી.યુનિવર્સિટીના વિવિધ વિભાગના વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આ સમિટની મુલાકાત લેવાયુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેથી કરીને વિધ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્ટુડન્ટ સેન્ટ્રિક ઇનોવેશન અને પ્રીઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમનો પૂરો પરિચય થઈ સકે અને ઉત્તરગુજરાત યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરી ઉધ્યોગસાહસીક બની પોતાના સ્વતંત્ર ધંધા વિકસાવી શકે.આ સમિટમાં અધ્યાપકો અને વિધ્યાર્થીઓને ભાગ લેવા તથા યુનિવર્સિટીનો સ્ટોલ તૈયાર કરવા માટે યુનિવર્સિટીના કુલપતિ .ડો. રોહિતકુમાર દેસાઇ તથા કુલસચિવ ડો. કે.કે. પટેલ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.આ સમિટનું ઉદઘાટન ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને રાજીવ ચંદ્રશેખર તેમજ ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવેલ હતું. સ્ટાર્ટઅપ કોન્કલેવ તારીખ 7 થી 11 ડિસેમ્બર સુધી હેલિપેડ એકઝીબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.