ઇક્કો માંથી અંદાજીત ૨૫ કીલો ગાજો કી.રૂ. ૨,૪૮,૯૦૦ સહિત ના મુદામાલ સાથે ચાર ઇસમો એસ.ઓ.જી એ ઝડપ્યા

પાટણ
પાટણ

પાટણ એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે  ઈકકો ગાડી મા લઈ જવાતા માદક પદાર્થ ગાજાના અંદાજીત ૨૫ કિલો વજન નો કિ. રૂ. ૨,૪૮,૯૦૦ ના મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓએ આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ અનુસંધાને જીલ્લામાં નોર્કોટીકસની બદી નાબુદ કરવા અંગે કરેલ સુચના આધારે એસ.ઓ.જી શાખા પાટણના પીઆઈ આર.જી.ઉનાગરનાઓ જીલ્લામાં નાર્કોટીકસ અંગેના કેશો શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ હોઇ જે દરમ્યાન પો.સ.ઇ એ.આર.પટેલ નાઓને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે હકિકત મળેલ કે,ડીસા તરફથી એક સફેદ કલરની ઈકો ગાડી નં GJ-24-AF-5956 માં અમુક ઈસમો બીન અધિકૃત રીતે ગાંજાનો જથ્થો રાખી પાટણ થઈ દસાડા (સુરેન્દ્રનગર) તરફ જનાર છે જે હકીકત આધારે માતરવાડી ગામથી આગળ સરસ્વતી નદીના બ્રીજ પાસે ટીમ દ્વારા નાકાબંધી વોચમાં હતા દરમ્યાન હકીકત વાળી ઇક્કો ગાડી ડીસા તરફથી આવતાં સદરી ઇક્કો ગાડી ને ઉભી રખાવી તપાસ કરતાં શંકાસ્પદ માદક પદાર્થ ગાંજા ના ૨૪ કિ.લો ૮૯૦ ગ્રામ ના જથ્થા સાથે ચારેય ઇસમો ને પકડી પાડી તેઓના વિરુધ્ધ NDPS એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી તથા મુદ્દામાલ પાટણ સીટી બી ડીવી પો.સ્ટે. સોપવામાં આવતા પોલીસ દ્વારા પુછપરછ કરતાં પકડાયેલ ઈસમો નિઝામુદ્દીન ઉર્ફે બાબુ સિદ્દીકભાઇ શબ્બીરભાઇ સોલંકી ઉં.વ.૩૯ રહે.જુના ડીસા, બીસ્મીલ્લા સોસાયટી તા.ડીસા જિ.બનાસકાંઠા, ઇમરાનખાન મહમદખાન છોટુંખાન પઠાન ઉં.વ.૨૯ રહે.દસાડા,ઇન્દીરાનગર પરામાં તા.દસાડા-પાટડી જિ.સુરેન્દ્રનગર, લુકમાન યુસુફભાઇ ગનીભાઇ કુરેશી ઉં.વ.૨૩ રહે.દસાડા,જુમ્મા મસ્જીદ પાસે તા.દસાડા-પાટડી જિ.સુરેન્દ્રનગર,ઇરફાનભાઇ ઇબ્રાહીમભાઇ મીયાજીભાઇ વેપારી ઉં.વ.૨૪ રહે.દસાડા, ઇન્દીરાનગર, પરામાં તા.દસાડા-પાટડી જિ.સુરેન્દ્રનગર હોવાનું જણાવ્યું હતું.

તો આ હેરાફેરી મા સંકળાયેલા રાજુરામ હમીરારામ ખજુરીયા રહે.દાંતા જિ.બનાસકાંઠા,બાદશાહ શેખ રહે-દસાડા જી-સુરેન્દ્રનગર અને દાનીશ રહે-ધ્રાંગધ્રા, જી-સુરેન્દ્રનગર ને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું પોલીસે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.