પાટણમાં અમદાવાદ ઝોનની ત્રિદિવસીય કબડી સ્પર્ધા પ્રારંભ

પાટણ
પાટણ

પાટણ શહેરના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે ખેલો મહાકુભ 2.0 અતગત અમદાવાદ ઝોન ની કબડી સ્પર્ધા નો આજરોજ મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્યા કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અંડર 14,અંડર17 અને ઓપન કબડી સ્પર્ધા માં 9 જિલ્લાની ભાઈઓ બહેનોની 54 ટીમોએ ભાગ લીધો છે જે ત્રણ દિવસ સુધી ચાલશે.રોજ 18 ટીમો રમશે,વિજેતા ટિમ રાજ્ય કક્ષાએ રમવા જશે.પાટણ ખાતે ચાલી રહેલી અમદાવાદ ઝોન કક્ષા ની કબડી સ્પર્ધા માં પાટણ ,ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર સીટી,અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ સિટી, સાબરકાંઠા, અરવવલી, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે.જેમાં આજે પ્રથમ દિવસે ભાઈઓ અંડર 17 અને ઓપન 17ની કબડી સ્પર્ધા યોજાઈ હતી.તો આવતી કાલે અંડર 14 અંડર17 અને ઓપન ભાઈઓ બહેનો ની સ્પર્ધા યોજાશે તો અંડર 14 બહેનો અને અંડર 17 બહેનો ની સ્પર્ધા યોજશે.


પાટણ ખાતે યોજાઈ રહેલા અમદાવાદ ઝોન કક્ષા ની કબડી સ્પર્ધા ના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર મનોજ પટેલ, કીડા ભારતીય ના અધ્યક્ષ જયંતીભાઈ પટેલ ,રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી,નોડલ ઓફિસર કમલાપાલ ,કબડી એસોસિએશન નો પ્રમુખ જયંતીભાઈ પરમાર ,વ્યાયમ મંડળ પ્રમુખ કુબેરભાઈ ચૌધરી સહિત સ્પર્ધાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રમત વિકાસ અધિકારી કિરણ પટેલ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ 2.0 રામશે ગુજરાતના અતગત સરદાર પટેલ રમત સંકુલમાં અમદાવાદ ઝોન ની કબડી સ્પર્ધા ની ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ જિલ્લા કબડી ની 54 ટીમો એ ભાગ લીધો છે તેમાં પાટણ,મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર સીટી ગાંધીનગર ગ્રામ્ય અમદાવાદ સીટી અમદાવાદ ગ્રામ્ય એમ નવ જિલ્લાની ટિમો ની કબડી સ્પર્ધા પાટણ ખાતે યોજાઇ રહી છે ત્યારે ખૂબ જ ઉત્સાહથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેની સાથે ખૂબ જ .નેશનલ કક્ષાનું આયોજન જેવું જ આયોજન ઝોન કક્ષાનું પણ આયોજન કરી રહ્યા છે આજે ઓપન ગ્રુપ અને અંડર 17 કબડી ભાઈઓનું આયોજન આજરોજ સરદાર પટેલ રમત સંકુલ પાટણ ખાતે કરાયું છે તમામ ખેલાડી માટે રહેવા જમવાની પણ વેવસ્થા કરવામાં આવી છે.વિજેતા ટીમ રાજ્ય કક્ષા એ રમવા જશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.