કૃષિ સંશોધન કેન્દ્ર, અડીયા દ્વારા ખેડૂતોને ખેતરની જમીનની ચકાસણી માટે જમીનનો નમુનો કેવી રીતે લેવો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું

પાટણ
પાટણ

કૃષિ સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, અડીયા ખાતે ચાલતી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ગાંધીનગર પુરસ્કૃત યોજના અંતર્ગત 05 ડીસેમ્બર, 2023 ના રોજ હારીજ તાલુકાના જસોમાવ ખાતે “જમીન સ્વસ્થ તો આપણે સ્વસ્થ” ના સંદેશા સાથે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામા આવી હતી.


કાર્યક્રમની શરૂઆતમાં એન. એન. સાલવી દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણીના ઉદ્દેશ અંગે માહિતી આપીને જમીનમાં સતત રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાતા જમીન હીડન હંગર બનતી જાય છે. જેને અટકાવવા માટે જૈવિક ખેતી ઉપર ભાર મુક્યો હતો. મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એચ. એ. પટેલે પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાતના નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યુ હતું. ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરીને સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતુ. તાલીમ બાદ ખેડૂતોને ખેતરની જમીનની ચકાસણી માટે જમીનનો નમુનો કેવી રીતે લેવો તે માટે પ્રત્યક્ષ નિદર્શન બતાવવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં એન. એન. સાલવી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એચ. એ. પટેલ, સીનીયર રીસર્ચ ફેલો અડીયા તથા જસોમાવ ગામના ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.