પાટણની આરાસુરી સોસાયટીમાં ત્રણ કેસ નોંધાતા પાલિકાએ ફોગિંગ કરી દવાનો છંટકાવ કરાવ્યો

પાટણ
પાટણ

પાટણ શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ આરાસુરી સોસાયટીમાં 3 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.પાલિકા તંત્ર દ્વારા ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


પાટણ શહેરમાં દિવાળીના વેકેશન બાદ મચ્છરજન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ જેવા રોગ ચાળાએ દેખા દીધી છે ત્યારે શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ આરાસુરી સોસાયટી માં ડેન્ગ્યૂના 3 કેસ નોંધાતા રહિશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને વિસ્તારની સફાઈ સાથે ફોગીગ મશીન સાથે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માગ ઉઠતાં સોમવારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની સુચનાથી પાલિકા ના એસ આઈ મુકેશભાઈ ની રાહબરી હેઠળ સફાઈ કમૅચારીઓની ટીમે સફાઈ અભિયાન હાથ ધરી વિસ્તારમાં દવા છંટકાવ ની સાથે ફોગીગ મશીન ફેરવી મચ્છરજન્ય રોગમાંથી વિસ્તારના લોકોને રાહત અપાવતાં રહીશોએ પાલીકાની કામગીરીને સરાહનીય લેખાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.