સાંતલપુર નેશનલ હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત : એકનું મોત બે ઇજાગ્રસ્ત

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના સિધાડા અને બાબરા વચ્ચેના નેશનલ હાઈવે પર ગુરૂવારની વહેલી સવારે બે લોડીંગ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા આ અકસ્માત ના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ નાં દૃશ્યો સર્જાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી સતત 3 કલાક ની જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરીને અકસ્માત ના બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


સાતલપુર નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતની મળતી હકીકત મુજબ ગુરૂવારની વહેલી સવારે સાતલપુર નજીકના સિંધાડા અને બાબરા વચ્ચેના નેશનલ હાઈવે માર્ગ 27 પર થી પસાર થઈ રહેલ બે લોડીગ ટ્રક વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું તો બે વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી.અકસ્માત ની જાણ સાંતલપુર પોલીસ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મૃતકનું પંચનામું કરી અકસ્માત ના પગલે સજૉયેલી ટ્રાફિકને સતત ત્રણ કલાકની જહેમત બાદ ખુલ્લો કરી અકસ્માતની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.