પાટણ-સિદ્ધપુર હાઈવે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કારચાલકને ગંભીર ઈજાઓ

પાટણ
પાટણ

પાટણ-સિધ્ધપુર હાઈવે માર્ગ પર ટ્રેક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકને ગંભીર ઈજાઓ થવા પામી છે. આ ઘટનાને પગલે ઇજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ પાટણ-સિધ્ધપુર હાઈવે માર્ગ પર રુની નજીક આવેલ ફાઈવ એલપી ભવન પાસેથી પસાર થઈ રહેલ ટ્રકની પાછળ સ્વીફ્ટ કાર આવી રહી હતી. દરમ્યાન આ માર્ગ પરથી એક ટુવ્હીલર વાહનચાલક રોંગસાઈડમાં ઓવરટેક કરવા જઈ રહ્યો હતો ત્યારે તેને બચાવવા જતા ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ સ્વીફટ કાર ટ્રેકના પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ ઘટનામાં સ્વીફટ કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો અંદર સવાર કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.


આ બનાવને પગલે થોડા સમય માટે પાટણ-સિધ્ધપુર હાઇવે માર્ગ પર ટ્રાફીકનો ચકકાજામ સર્જાયો હતો. જો કે એકત્રિત થયેલા લોકોએ ઇજાગ્રસ્ત કારચાલકને મહામુસીબતે બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાસે ખસેડયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.