કુણઘેરના યુવકે કુરેજા કેનાલમાં ઝપલાવી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

પાટણ
પાટણ

હારિજ કુરેજા કેનાલમાં કુણઘેરના યુવાને પોતાની માતાને તેના મોસાળ કુકરાણા ગામે મૂકીને પરત આવતા બપોરના સુમારે મોત ની છલાંગ મારીને જીવન ટૂંકાવી લીધું હતું. મોડી રાત સુધી મૃતદેહ નહીં મળતા બીજા શોધખોળ ચાલુ રાખતા લાશ મળી આવી હતી.કુણઘેર ગામનો રાહુલભાઈ વેણીદાસ પટેલ 23 વર્ષીય યુવાન પોતાના ગામમાં કટલરીની દુકાન ધરાવી વ્યવસાય કરે છે. કુણઘેર પોતાના ઘરેથી બપોરનું ભોજન કરી તેના મોસાળ મામાને ત્યાં તેની માતાને મૂકવા માટે બાઇક નંબર GJ 24 AC 8746 લઈ નીકળ્યો હતો. અને મોસાળ કુકરાણા પોતાની મમ્મીને મૂકીને પરત ફરતા કુરેજા કેનાલની સાઈડમાં બાઇક મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હતું.

 

જેને ત્યાં રોડ પરથી પસાર થતા અજાણ્યા રિક્ષા ચાલક જોઈ જતા અન્ય કુરેજા બસસ્ટેન્ડ પર જાણ કરી હતી. જેમાં લોકો ત્યાં ભેગા થવા લાગતા મૃતકના બાઇક પરથી કુણઘેર ગામનો યુવાન હોવાની ઓળખ થતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા. અને હારિજ પીલીસને જાણ કરી હતી હારિજ પોલીસે પાટણ ડિઝાસ્ટરમાં જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ આદરી હતી. જોકે મોડા સુધી મળી આવ્યો ન હતો ત્યારે આજેફરી ભારે જહેમત બાદ બીજા દિવસે લાશ મળી આવતા પોલીસ લાશ ને પીએમ માટે મોકલી આપી હતી અને પીએમ બાદ લાશ ને વાલી વરસ ને સોંપવામાં આવી હતી.મૃતક યુવક ને અઢી વર્ષ નો પુત્ર છે.પરિવાર માં શોક નો માહોલ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.