સાતલપુર હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને ટેન્કર ચાલકે હડફેટે લીધો

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર નેશનલ હાઇવે માર્ગ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સોમવારની સવારે સાતલપુર હાઇવે માર્ગ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી યુવાનને માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ માર્ગ અકસ્માત બાબતે મળતી હકીકત મુજબ સોમવારની વહેલી સવારે સાતલપુર હાઇવે માર્ગ પર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી સાતલપુરના જાડેજા પરિવારનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે હાઇવે પરથી આવી રહેલ ટેન્કર ચાલકે યુવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. જેથઈ હાઇવે પર વાહનોની કતારો જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ સાતલપુર પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવા કમર કસી હતી. લાશને 108 મારફતે સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.