રેલવે ફાટક પાસે યુવાન ટ્રેન નીચે કપાયો

પાટણ
પાટણ

પાટણ શહેરનાં રેલવે સ્ટેશનથી મહેસાણા તરફની રેલવે ટ્રેક ઉપર પાટણનાં રામનગર અને નિર્મળનગર પાસેની રેલવે ફાટક પર મોડી સાંજે એક યુવાન અગમ્ય કારણસર ટ્રેન નીચે કપાઈ ગયો હતો. રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવની તપાસ કરી રહી છે. સુત્રોપાસે થી મળતી માહિતી પ્રમાણે પાટણનાં રેલ્વે સ્ટેશનથી ત્રણેક કિ.મી. મહેસાણા તરફ પાટણનાં નિર્મળનગર અને રામનગર પાસેની રેલ્વે ટ્રેક પરનાં ફાટક પરથી મોડી સાંજે પસાર થતી રાત્રે આઠ વાગે પાટણ આવતી એક ટ્રેન નીચે એક યુવાન અગમ્ય કારણસર આવી જતાં તેનો પગ કપાઈ ગયો હતો ને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મૃતકનાં પરિવારો તથા આસપાસની સોસાયટીઓનાં વિસ્તારોનાં રહીશો તથા રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવની તપાસ ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.