સિદ્ધપુરમાં એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરિટીની ટીમ દ્રારા દેથળીની કેટલીક જમીનોનો સર્વે કરી ચકસાણી કરી

પાટણ
પાટણ

વડનગર, ગુંજા અને ચાંદપુરા ગામની સીમમાં સૂચિત એરપોર્ટ વિકસાવવા બુધવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક ટીમે વિવિધ સ્થળોની ભૌતિક ચકાસણી કરી હતી. એરપોર્ટ માટે સૂચિત જગ્યા અનુકૂળ છે કે નહીં તેનો પ્રી-ફિઝિબિલિટી સ્ટડી માટે ઓથોરિટીની ટીમે મુલાકાત લીધી ત્યાર બાદ આજે સિધ્ધપુર તાલુકાના દેથળી ગામમાં હોમિયોપેથી કોલેજની પાછળની તરફ સરવે નંબર 8 માં જે સરકારી પડતર જમીન છે તેમાં સિવિલ એવિએશનની ટીમ અમદાવાદથી તથા સિધ્ધપુર પ્રાંત કચેરીનો સ્ટાફ તેમજ પાટણ જિલ્લાથી જમીન માપણી વિભાગ અધિકારીઓ સંકલિત થઈ જે પ્રસ્થાપિત એરપોર્ટ બનવાનું છે તેના માટે પ્રિ ફિઝિબિલિટી ટેસ્ટ કર્યો હતો જેમાં સર્વે નંબર 8 માં આવતી કેટલીક જમીનોની રૂબરૂ મુલાકાત કરી જમીનની ક્ષમતા અને ઉપલબ્ધતા વિશે સમજ મેળવી હતી.


ગુજરાતમાં અલગ અલગ ચાર શહેરો નજીક એરપોર્ટ (એરસ્ટ્રીપ) વિકસાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની ટીમ દ્રારા અને સ્થાનિક પ્રશાસન ની ટીમ દ્રારા ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની ટીમ દ્રારા ગુરૂવારે બપોરે દેથળી રોડ પર આવેલ હેલીપેડ , હોમીયોપેથીક કૉલેજ અને કૉલેજ ની પાછળ આવેલ સરવે નંબર 8 ની કેટલીક જમીનોની નકશા મુજબ નિરીક્ષણ કરાયુ હતુ.આ ઉપરાંત પ્રી ફિઝીબીલીટી નિરીક્ષણ મા સરવે નંબર 8 મા આવતા તળાવો , કેનાલ ,બિલ્ડીંગ , પહાડો , મોટા ટાવર જેવા સ્થળના નકશાબેઝ પ્રમાણે ફોટા પાડીને નિરીક્ષણ કરાયુ હતુ.અલગ અલગ પોઇન્ટ ઉપર ફૂટ નિરીક્ષણ કરી એરપોર્ટ માટે પર્યાપ્ત જગ્યા માટે સર્વેક્ષણ કરાયુ હતુ. એરપોર્ટ વિકસાવવા માટે જગ્યા અનુકૂળ લાગશે તે વિસ્તાર ગુજરાત નાગરિક ઉડ્ડયન (જમીન) મારફતે સંપાદન માટે સ્થાનિક પ્રશાસનને દરખાસ્ત મોકલી આપશે અને ત્યાર પછી પ્રક્રિયા આગળ વધશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.