યુનિવર્સિટી કેમ્પસમાં પૂણૅતાના આરે પહોચેલ અનુસૂચિત જાતિની કુમાર, કન્યા છાત્રાલયના પ્રવેશદ્વાર માટે રજુઆત કરાઈ

પાટણ
પાટણ

અનુસૂચિત જાતિનાવિધાર્થીઓ પણ યુનિ.ના જ વિધાર્થીઓ હોવા છતાં ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ ઉઠ્યા

અનુસૂચિત જાતિની છાત્રાલયના પ્રવેશદ્વાર નું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ધરણા ચીમકી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અનુસૂચિત જાતિ કુમાર અને કન્યા માટે તૈયાર થઈ રહેલી છાત્રાલયની કામગીરી પૂર્ણતા ના આરે છે ત્યારે છાત્રાલયના પ્રવેશ દ્વારને લઈને વિવાદ સર્જાયો હોય જે વિવાદને ઉકેલી તાત્કાલિક ધોરણે અનુસૂચિત જાતિ ની કન્યા અને કુમાર માટેની છાત્રાલયના પ્રવેશ દ્વાર માટે યોગ્ય નિરાકરણ લવાઈ તેવી  માંગ સાથે યુનિવર્સિટીના સત્તાધીશો સહિત જિલ્લા કલેકટર કચેરી ખાતે બુધવારે લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

યુનિવર્સિટીના સત્તાધીશોને કલેકટર કચેરી ખાતે કરાયેલી લેખિત રજૂઆત મા જણાવ્યું છે કે હેમ.ઉ.ગુ.યુનિ.કેમ્પસમાં આવેલ સર્વે નં.૩૬૧ વાળી કુલ ૪૦૦૦ ચો.મી.ની સરકારી જમીન અનુસૂચિત જાતિના કુમાર,કન્યા છાત્રાલય માટે ફાળવેલ છે અને આ બાબતે અનુ.સુ. જાતિ કલ્યાણની કચેરી દ્વારા છાત્રાલયોના બાંધકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. અને છાત્રાલયનું મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ખાતમૂર્હુત કરાયા બાદ હાલમાં બન્ને છાત્રાલયનું બાંધકામ અંતિમ તબ્બકામાં છે. છતાં પણ હજુ સુધી યુનિવર્સીટી દ્વારા આ છાત્રાલયોમાં આવવા જવા માટે કોઈ માર્ગની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ છાત્રાલયોના અવર-જવરના રસ્તાનો પ્રશ્ન અતિ ગંભીર બન્યો છે.

આજ કેમ્પસમાં વિકસતિ જાતિ કલ્યાણ ખાતાના અણહિલ ભરવાડ કુમાર છાત્રાલય અને જસમા ઓડણ કન્યા છાત્રાલય તેમજ સરકારના અન્ય વિભાગોના સરકારી છાત્રાલયો હાલ કાર્યરત છે.જે તમામના મુખ્ય પ્રવેશ દ્વારો યુનિવર્સિટી કેમ્પસના જાહેર રસ્તા ઉપર આવેલ છે ત્યારે અનુસૂચિત જાતિના કન્યા અને કુમાર છાત્રાલયની કામગીરી પૂણૅતા ના આરે હોવા છતાં હજુ સુધીમાર્ગની વ્યવસ્થા કરવામાં આવી નથી.

અનુસૂચિત જાતિ ના વિધાર્થીઓ પણ આજ યુનિવર્સિટિના વિદ્યાર્થીઓ હોવા છતાં પણ તેઓની સાથે કેમ ભેદભાવ થઈ રહ્યો છે તેવા વૈધક સવાલ સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની પ્રવેશદ્વાર માંટે ની અપેક્ષા યુનિવર્સિટી સતાધીશો દ્રારા તાત્કાલિક સંતોષવામાં આવે તેવી લેખિતમાં રજુઆત કરી  સમસ્યાનું તાત્કાલિક ધોરણે સમાધાન નહિ કરવમાં આવે તો ના છૂટકે ગાંધીચીંધ્યા માર્ગે ધરણા પર બેસવાની ચિમકી રજુઆત કતૉઓ એ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.