આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત સિદ્ધપુરમાં રન ફોર વોટ મેરેથોન યોજાઈ

પાટણ
પાટણ

સિદ્ધપુરમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બિંદુ સરોવર થી એલ.એસ હાઇસ્કુલ સુધી મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી

આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત સિદ્ધપુરમા ગુરૂવારે સવારે 10 કલાકે સિદ્ધપુર પ્રાંત અધિકારી સંકેત પટેલના અધ્યક્ષ સ્થાને બિંદુ સરોવર થી એલ.એસ હાઇસ્કુલ સુધી મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી.જેમા તાલુકા વહીવટી તંત્રમા સિદ્ધપુર મામલતદાર-પ્રાંત કચેરી સ્ટાફ , તાલુકા આરોગ્ય વિભાગ , આશાવર્કર , બી.એલ.ઓ , પાણી પુરવઠા વિભાગ તેમજ એલ.એસ હાઇસ્કુલ , ગોકુલ યુનિવર્સીટી , ગુરુકુલ હાઇસ્કુલ , આઈ.ટી.આઈ , નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાથમા બેનરો લઇને મતદાન જાગૃતિ અંગેના સૂત્રોચ્ચાર કરતા મેરેથોનમા જોડાયા હતા.આ મેરેથોન સિદ્ધપુરની એલ.એસ.હાઇસ્કુલ ખાતે પહોચી તમામ વહીવટી સ્ટાફ સહીત વિદ્યાર્થીઓએ શપથ લઇને છુટા પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.