પાટણ ભૂસ્તર વિભાગ ની કચેરીમાં ફરજ બજાવતા સર્વેયરને માટી કોન્ટ્રાક્ટરે ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરની કલેક્ટર કચેરીના ભોંયતળિયે આવેલી મદદનીશ ભૂસ્તર વિભાગની કચેરીમાં ઘસી આવેલા માટી પુરી પાડતાં એક કોન્ટ્રાક્ટરે કચેરીનાં સર્વેયર દિલીપકુમાર અહમદભાઈ રહે. કાણોદર,તા.પાલનપુર વાળાને ફરજ દરમ્યાન ચાણસ્માનાં વસાઈપુરા ખાતે ખનીજ માપણી અંગે કરવાની થતી તેમની કાયદેસરની ફરજ અટકાવવા તેમજ તેમાં કોઈ દંડકીય કાર્યવાહી ન કરવાની ધમકીઓ આપી તેમજ ઉશ્કેરાઈ જઈને મનફાવે તેમ સર્વેયરને ગાળો બોલી એનકેન પ્રકારે એસીબીનાં કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી ને તેનાં આ પ્રકારના વર્તનથી સર્વેયર અને કચેરીનાં અન્ય સ્ટાફને કામ કરવામાં મનોબળ તૂટે તેવું કૃત્ય કરતાં સર્વેયરે ઉપરોક્ત ઈસમ સામે પાટણ બી- ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરમસિંહ નામનાં વ્યક્તિ સામે આઈપીસી 186,294(બી) મુજબ ગુનો નોંધી  તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની મળતી વિગતો મુજબ પાટણ કલેક્ટર કચેરીમાં ભૂસ્તર વિભાગની ઓફીસમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર હસન (ઉ. 44) તથા સ્ટાફ  શુક્રવારે બપોરે ઓફીસમાં હાજર હતા અને દિલીપ હસન તેમની કચેરીનું કામ કરતાં હતા ત્યારે રોડનાં કામમાંમાટી ખનીજ પુરુ પાડવાના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં ધરમસિંહ નામનાં એક વ્યક્તિ આવતા જતાં હતાં. જેથી તેમને તેઓ ઓળખતા હતા.જેઓની ચાણસ્માનાં વસાઇપુરા ગામે લીઝની માપણી અંગેની કાર્યવાહી પાટણ ભૂસ્તર વિભાગે હાથ ધરી હોવાથી તા.5-4-24 નાં રોજ સર્વેયર દિલીપ હસન તથા સ્ટાફ હાજર હતા ત્યારે આ ધરમસિંહે તેમની પાસે જઇને ધમકી આપી કહેલ કે, મારી ભલામણવાળી પરમીટમાં કોઇ દંડકીય કાર્યવાહી થાય તે મુજબનાં નકશા તું રજુ કરીશ તો આજથી તારી સાથે મારે વ્યક્તિગત દુશ્મની થશે ને તને એસીબીમાં ફસાવી દઇશ તેવી ધમકી આપી આપીને જતાં રહ્યા હતા. બાદમાં સર્વેયરે તેમનાં અધિકારીઓ સાથે આ ધમકીઓ બાબતે ચર્ચા કરતા હતા.

ત્યારે કોન્ટ્રાક્ટરે અંદર ચેમ્બરમાં આવીને ઊંચા અવાજે બોલવાનું શરુ કરતાં ઉપરી અધિકારીએ તેને કચેરીમાં ગેરવર્તણુંક ન કરવા ને કચેરીમાંથી નિકળી જવાં કહેતાં તે કચેરીનાં પ્રિમાઇસીસમાં જઇને કોઇને છોડીશ નહિં તેવી ધમકીઓ આપીને જતાં રહ્યા હતા. જે અંગે પાટણ બી ડિવિઝન મા ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.