સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે કેબિનેટમંત્રીની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પાટણ
પાટણ

આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સિદ્ધપુર વિધાનસભા સંકલન સમિતિની બેઠક સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આગામી 2024 માં આવી રહેલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકાર તે ઘર તેમજ ભાજપ સંગઠન દ્વારા પૂર્વ તૈયારીઓ આરંભી દેવાયેલ છે અને તેના ભાગરૂપે યાત્રાઓ સહિતના કાર્યક્રમો સતત ચાલુ રાખીને સંગઠનને સજ્જ રાખવાની ભાજપની રણનીતિ રહી છે અને તેના પરિણામે તે મતદારી સુધી પહોંચવાના તમામ પ્રયત્નો આયોજન બદ્ધ રીતે કરતું રહ્યું શું છે.પાટણ જિલ્લામાં પણ લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બેઠકોનો દોર ચાલતો રહ્યો છે ત્યારે આજે સિદ્ધપુર વિધાનસભા સંકલન સમિતિની બેઠકમાં પાર્ટીના આગેવાનો દ્વારા સરકારની યોજનાઓ, સિદ્ધિઓ અને વહીવટ અંગે જાણકારી આપવા ઉપરાંત આગામી ચૂંટણીને અનુલક્ષીને સંગઠન મજબૂત બનાવી બુથ લેવલ સુધીની કામગીરીની ચર્ચા, સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


મંત્રી બળવંતસિંહ રાજપુતી આ પ્રસંગે સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના તમામ આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારોન તેને સરકારની અનેકવિધ યોજનાઓ સાથે તેમના ઉદ્યોગ વિભાગની વિશ્વકર્મા યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓના લાભ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચાડવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો અને આ યોજનાના લાભ પાત્રતા ધરાવતા લોકોને મળે અને તે માટે તેમને મળતી તાલીમ ટાઇપ એન્ડ કીટ અને ધંધો વિકસાવવા માટે મળતી લોન બાબતે જાણકારી પહોંચાડીને સાચા અર્થમાં તેમને મદદરૂપ થવા તેમણે કાર્યકરોને હાકલ કરી હતી.લોકસભાના સંયોજક અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર કાર્યકરોની મહત્વપૂર્ણ માર્ગદર્શન કર્યું હતું જ્યારે સિદ્ધપુર વિધાનસભાના પ્રભારી ચંદ્રકાંત પટેલ એ ગત વર્ષે આ મત વિસ્તારમાંથી જે મત મળ્યા હતા તેનાથી અનેક ગણાં વધુ મત લાવવા બાબતે શું શું કરી શકાય તે બાબતે ચર્ચા કરી બુથ લેવલ સુધીનું માઇક્રો પ્લાનિંગ રજૂ કર્યું હતું. આ બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પ્રદેશ ભાજપ સંગઠનના પદાધિકારી, જિલ્લા અને શહેર ભાજપના પદાધિકારીઓ, નગરપાલીકાના સદસ્યો, શહેર ભાજપ મોરચાના પ્રમુખ અને મહામંત્રી વિગેરે હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.