પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આજની બેઠકમાં વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નિવૃત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો, વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને બાકી રહેલ કામો ત્વરીતપણે પૂર્ણ કરવામાં માટે સુચન કર્યું હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એસ.પ્રજાપતી, પોલીસ વડા રવીન્દ્ર પટેલ, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.