દેશી હાથ બનાવટની બંદુક સાથે એક શખ્સને SOG ટીમે દબોચ્યો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા આગામી લોકસભાની ચુંટણી-૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે  પાટણ એસ.ઓ.જી ઇન્ચાર્જ પીઆઈ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ ટીમે એકશન પ્લાન બનાવી એસ.ઓ.જી.શાખાની ટીમ સરસ્વતી પોસ્ટે. વિસ્તારમા પેટ્રોલીગમા હતી તે દરમ્યાન ખાનગી રાહે  બાતમી મળેલ કે સલીમખાન કેશરખાન ખ્યાલખાન જાતે.સિંધી (ડફેર) ઉં.વ.આ.૫૫ રહે.સરીયદ,મોરબીપુરા તા.સરસ્વતી જિ.પાટણવાળો વોળાવીથી કુબા ગામ તરફ જતા રોડની બાજુમાં બાવળોની ઝાડીમાં પોતાની પાસે ગે.કા.દેશી હાથ બનાવટની બંદૂક સાથે ફરે છે જે હકીકત આધારે સદર જગ્યાએ ટીમે રેડ કરતા ઉપરોકત ઇસમને દેશીહાથ બનાવટની બંદુક નંગ-૦૧ કિ.રૂ ૨,૫૦૦/- સાથે દબોચી સરસ્વતી પો.સ્ટે.માં સુપ્રત કરી તેની સામે આર્મ્સ એકટનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.