પાટણમાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી

પાટણ
પાટણ

પાટણ શહેરમાં રેલવે સ્ટેશન ખાતેથી દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની રેલવે સ્ટેશનથી જુનાગંજ બજાર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભયાત્રા ના રૂટ પર શહેર ની વી વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકેમ્પ ગોઠવાયા હતા.કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત દ્વારા પણ મહારાજ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.


પાટણમાં દ્વારકા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની રેલવે સ્ટેશનથી જુનાગંજ બજાર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં શોભાયાત્રામાં શંકરાચાર્યને ભગવાન જગન્નાથના રથમાં બિરાજમાન થયા હતા અને પીતાંબર ધરી બ્રાહ્મણોએ રથ ખેંચ્યો હતો .એક ઘોડા બગી અને એક બગી માં જોષી પરિવાર અને મંદિર માં દાન આપનાર સોમપુરા પરિવાર બિરાજમાન થયા હતા.શોભયાત્રા માં મોટી સંખ્યામાં દીકરીઓ માથે કળશ લઈ યાત્રામાં જોડાઈ હતી. દુર્ગાવાહિનીની બહેનો શોભયાત્રા ના રૂટ પર શૌર્ય પ્રદર્શન કર્યું હતું. શોભાયાત્રા શહેર ના રેલવે સ્ટેશન ખાતે થી નીકળી મેન બજાર થઈ જુનાગંજ બજાર પહોંચી હતી.શોભાયાત્રામાં લોકો શંકરાચાર્યજીનું પુષ્પોથી ભવ્ય સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ જુનાગંજ બજાર ખાતે વિરાટ ધર્મસભા યોજાશે .જેમાં જગદગુરૂ શંકરાચાર્ય આશીર્વચન પાઠવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.