સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસ ભરેલા ટ્રેકટરમાં વીજતારનો તણખો પડ્યા આગ ફાટી નીકળી

પાટણ
પાટણ

સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગુરૂવારે સવારે દ્વારા મળતી માહિતી મુજબ એક ટ્રેકટર કપાસ ભરીને વજન કાંટાએ વજન કરવા ગયુ હતુ ત્યારે વીજ પુરવઠાનો વાયર ઉપરથી છૂટો પડીને ટ્રેક્ટરની અંદર કપાસમા પડવાથી તણખો ઉત્પન્ન થયો હતો. ત્યારબાદ ટ્રેક્ટર ચાલક કપાસનો માલ લઇને અન્ય બીજા કપાસના ઢગલા પાસે ખાલી કરવા ગયુ હતુ ત્યારે 10 થી સાડા 10 વાગ્યાના સમયગાળા મા અચાનક આશરે 500 મણ કપાસ ના ઢગલામા આગ ભભૂકી ઉઠી હતી.જેની ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.


મળતી માહિતી મુજબ સિદ્ધપુર માર્કેટયાર્ડમા પ્લોટ નંબર 40 ભુપતભાઈ પચાણભાઈ ચૌધરી તેમજ બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ત્રણ થી ચાર ખેડૂત વેપારીઓનો કપાસનો માલ હરાજીમા મુકવામા આવ્યો હતો પરંતુ હરાજી ની શરૂઆત પહેલા જ તેઓના માલમા આગ લાગતા નુકસાન થયુ હતુ. જેથી વેપારીઓએ વળતર ચુકવવાની માંગ કરી હતી. લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ખરેખર મા કપાસ ના માલમા કયા કારણોસર આગ લાગી તે જાણવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.