![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પાટણ-કલેક્ટર-કચેરી-02.jpg)
લેબર વિભાગના એક મહિલા કર્મચારી પર અચાનક છત માંથી પોપડુ માથાના ભાગ ઉપર પડતા ઈજા
પાટણ કલેક્ટર કચેરી ના પ્રથમ માળ ઊપર ઓફિસ તરફ જઈ રહેલ લેબર વિભાગના એક મહિલા કર્મચારી પર અચાનક છત માંથી પોપડુ માથાના ભાગ ઉપર પડતા ઈજા પહોંચી હતી
પાટણમાં કલેકટર કચેરીમાં લાંબા સમયથી પ્રથમ માળના ધાબાની છત જર્જરિત હોય બુધવારે પ્રથમ માળ ઊપર ઓફિસ તરફ જઈ રહેલ લેબર વિભાગના એક મહિલા કર્મચારી પર અચાનક છત માંથી પોપડુ માથાના ભાગ ઉપર પડતા ઈજા પહોંચી હતી.જેમાં માથાના ભાગે લોહી નીકળી આવ્યું હતું.પરતુ સદનસીબે વધુ ઈજા ન થતા હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી ન હતી.
પ્રથમ માળના પાછળના ભાગે આવેલ મહત્વની કચેરીઓ આવેલી હોય દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય લાંબા સમયથી છત અતિશય જર્જરીત હોય દિવસ દરમિયાન તેના પોપડા પડી રહ્યા હોય કર્મચારીઓ પસાર થવામાં પણ હવે ભય અનુભવી રહ્યા હોય. સત્વરે તંત્ર દ્વારા કર્મચારીઓ અને અરજદારોની સુરક્ષા ને ધ્યાનમાં લઇ છતનું રીનોવેશન કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.