13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો

પાટણ
પાટણ

બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ સગીરાની માતા, સાસુ અને લગ્ન કરનાર પતિ સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાવ્યો પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં મંગળવારે 13 વર્ષની સગીરાના બાળ લગ્ન કરાવવા મામલે સગીરાની માતા, સાસુ અને લગ્ન કરનાર પતિ સામે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકામાં મંગળવારે 13 વર્ષની સગીર વયની કન્યાના લગ્ન કરવામાં આવતા હોવાની જાણ જાગૃત નાગરિક દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સમાજ સુરક્ષા વિભાગ ને કરવામાં આવતા અધિકારી સહિત ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી પરંતુ ટીમ પહોચે તે પહેલાં જ બાળ લગ્ન યોજાઈ ગયા હતા.

ત્યારે આ બાળ લગ્ન મામલે ટીમે તપાસ હાથ ધરતા લગ્નમાં કન્યાની ઉંમર 13 વર્ષની સગીર જણાતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુરેશ વાગદોડા સહ સમાજ સુરક્ષા અધિકારીએ સગીરાની માતા રાઠોડ સંતોકબેન તેમજ લગ્ન કરનાર પતિ પરમાર જયેશભાઇ તેમજ સગીરાની સાસુ પરમાર જમનાબેન એમ ત્રણ સામે સાંતલપુર પોલીસ મથકમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.