સિધ્ધપુરના મેથાણ- મુડવાડા માગૅ પર છકડો રિક્ષા અને કાર વચ્ચે સજૉયેલ અકસ્માતમાં બે ના મોત નિપજ્યા

પાટણ
પાટણ

ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ એક વ્યક્તિ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..

છકડો રીક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી..

સિદ્ધપુર તાલુકાના  મેથાણ – મુડવાડા ગામ વચ્ચે છકડો રિક્ષા અને કાર વચ્ચે શુક્રવારે બપોરના: સુમારે અકસ્માત સજૉયો હતો.અકસ્માત બાદ અગમ્ય કારણોસર અકસ્માત ગ્રસ્ત વાહનોમાં આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી જવા પામી હતી. તો આ અકસ્માત માં બે ના મોત નિપજ્યા હોવાની સાથે એક વ્યક્તિ ને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માત સજૅનાર ગાડી ચાલક સ્થળ પરથી ભાગી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ અકસ્માત ની મળતી માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના ખડીયાસણા ગામ નો દેવી પૂજક પરિવાર ઉનાળા માં શક્કરટેટી નો વેપાર કરે છે જે શક્કરટેટી લેવા માટે સિદ્ધપુર થી ડીસા છકડો રિક્ષા લઈને જતો હતો ત્યારે સિદ્ધપુરના  મેથાણ-મૂડવાડા ગામ નજીક સામેથી પુરઝડપે આવતી કારના ચાલકે પોતાની કાર ધડાકાભેર છકડો રિક્ષા સાથે અથડાવતાં છકડો રિક્ષા મા બેઠેલા દેવીપૂજક પરિવારના પતિ પત્ની સહિત અન્ય એક વ્યક્તિ ને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેમા ગજરીબેન કાંતિભાઈ દેવીપૂજક નું ધટના સ્થળે મોત નિપજ્યું હતું તો કાન્તીભાઈ અમથા ભાઈ દેવીપૂજક નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો મેહુલ નામના વ્યક્તિ ની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

છકડો રિક્ષા અને ગાડી વચ્ચે અકસ્માત સજૉયા બાદ બન્ને અકસ્માત ગ્રસ્ત વાહનોમા કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા  અફડાતફડી મચી જવા પામી હતી તો ગાડી ચાલક સ્થળ પર થી ભાગી છુટ્યો હતો. બનાવની જાણ ફાયર વિભાગ ને કરાતાં ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગના કારણે બન્ને વાહનો સંપૂર્ણ રીતે બળીને રાખ થઇ ગયા હતા.  અકસ્માત ની જાણ સિધ્ધપુર પોલીસ ને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ માટે મોકલી આપી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર દેવીપૂજક પરિવારના પતિ પત્ની ના મૃત્યુના સમાંચાર ના પગલે ખડીયાસણ ગામના દેવીપૂજક પરિવારના સભ્યો મા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.