યુનિયન બેંકની ભેટ… ખાતામાં જેટલા પૈસા વધારે તેટલું જ વધારે વ્યાજ મળશે

Other
Other

  • બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર
  • બચત ખાતા પર બદલાયેલા વ્યાજ દરો 20 નવેમ્બર, 2023થી લાગુ

દેશની અગ્રણી સરકારી બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. જો તમારું બેંક એકાઉન્ટ પણ યુનિયન બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. બેંક દ્વારા કરવામાં આવેલા ફેરફારો બાદ સેવિંગ્સ એકાઉન્ટ પર મહત્તમ 4% રિટર્ન આપવામાં આવી રહ્યું છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અનુસાર, બચત ખાતા પર બદલાયેલા વ્યાજ દરો 20 નવેમ્બર, 2023થી લાગુ કરવામાં આવ્યા છે.

કઈ શરતો હેઠળ 4% વ્યાજ?

બેંક 50 લાખ સુધીના બચત ખાતાના બેલેન્સ પર 2.75% વ્યાજ દર અને 50 લાખથી 100 કરોડ રૂપિયાના બેલેન્સ સ્લેબ પર 2.90% વ્યાજ દર ઓફર કરી રહી છે. તેવી જ રીતે, યુનિયન બેન્ક રૂ. 100 કરોડથી રૂ. 500 કરોડની બચત પર 3.10 ટકા વળતર આપી રહી છે. રૂ. 500 કરોડથી રૂ. 1000 કરોડના બેલેન્સ સ્લેબ પર, બેન્ક 3.40% વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક 1000 કરોડથી વધુની બચત પર 4.00%ના દરે વ્યાજ આપી રહી છે.

યુનિયન બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 90% વધીને રૂ. 3,511.4 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં યુનિયન બેન્કે રૂ. 1,848 કરોડનો નફો કર્યો હતો. જ્યારે FY23 ના સમાન ક્વાર્ટરની સરખામણીમાં તે રૂ. 8,305 કરોડ હતી. FY24 ના Q2 માં વ્યાજની ચોખ્ખી આવક 10% વધીને Rs 9,126.1 કરોડ થઈ છે.

તાજેતરમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ રૂ. 2 કરોડથી ઓછી FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. IOB એ FD પરના વ્યાજ દરમાં એક વર્ષથી બે વર્ષ સુધી 30 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. પરંતુ બેંકે 444 દિવસની એફડીના વ્યાજ દરમાં પણ 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. બેંક 7-29 દિવસમાં પાકતી FD પર 4 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

વ્યાજ દરો કેમ વધી રહ્યા છે?

મોંઘવારી ઘટાડવાના તેના પ્રયાસોના ભાગરૂપે, RBIએ મે 2022 થી લગભગ એક વર્ષમાં રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. રેપો રેટમાં વધારા બાદ બેંકોએ હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન જેવી તમામ પ્રકારની લોન મોંઘી કરવી પડી હતી. બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાથી બજારમાં તરલતા ઓછી થાય છે અને માંગમાં ઘટાડો થાય છે. તેનાથી મોંઘવારી નિયંત્રણમાં મદદ મળે છે. પરિણામે બેંકો બચત ખાતાઓ, એફડી અને અન્ય બચત યોજનાઓ પર વ્યાજમાં વધારો કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.