ડીસામાં લગ્ન કરવાના ઇરાદે નવમા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને યુવક ભગાડી ગયો

Other
Other

ડીસા તાલુકાના જુનાડીસા ગામની એક સગીરા નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને રિસેશના સમયે નિયમિતપણે ઘરે પરત જમવા માટે જતી હતી, પરંતુ ગઈકાલે આ સગીરા રિસેશના સમય દરમિયાન ઘરે ન પહોંચતાં તેનાં પરિવારજનોએ શાળામાં તપાસ કરી હતી. જો કે ત્યાં પણ તે મળી ન આવતા તેનાં પરિવારજનોએ ઘરમાં તપાસ કરતા સગીરાનાં કપડામાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જે મોબાઈલમાં સેવ કરેલા નંબરની તપાસ કરતા તે ડીસાના ટેકરા વિસ્તારના સંજય સોલંકીનો નંબર હતો. બાદમાં વધુ તપાસ કરતા આ યુવક સગીરાને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું માલૂમ પડતા જ સગીરાનાં પરિવારજનો ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યાં હતાં. પરિવારજનોએ ભગાડી જનાર યુવક સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે યુવક અને સગીરાની શોધખોળ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.