ખેડા જિલ્લામાં થયેલા સિરપકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

Other
Other

  • સિરપકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

ખેડા જિલ્લામાં સિરપ પીવાથી 5 લોકોના મોત થયા હતા. સફાળે જાગેલી પોલીસે કાર્યવાહીના પગલે પાંચ લોકો સામે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. જેમાં મુખ્ય આરોપી નડિયાદનો યોગેશ પારૂમલ સિંધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઈપીકો કલમ 304, 308, 328, 465, 468, 471, 274, 275-2, 76, 34 24 201, પ્રોહિબિશન એક્ટ 65 એ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સિરપ વેચનાર ભાજપનો નેતા નીકળતાં મામલો વધુ ગરમાયો છે.

સિરકાંડના બે દર્દી હજી સારવારમાં, એકની હાલત ક્રિટીકલ

તો સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે, નડિયાદ સીરપ કાંડના બે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. 72 વર્ષીય સરતભાઈ સોઢા દર્દી વેન્ટિલેટર પર છે, જેમની હાલત ક્રિટીકલ છે. 72 વર્ષીય દર્દીનું ગઇકાલે ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. તો 35 વર્ષીય અમિતભાઈ સોઢાની આંખોમાં તકલીફ થઈ રહી છે. અમિતભાઈ સોઢાને આંખમાં ઝાંખપની સમસ્યા આવી છે. અમિતભાઈને આંખોની સારવાર શરૂ કરાઈ છે. આંખમાં લાલાશ આવવાના કારણે દ્રષ્ટિમાં સમસ્યા છએ. આંખો સિવાય અમિતભાઈ સોઢાની તબિયત સ્વસ્થ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.