તમિલનાડૂમાં માટી છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ જેવી

Other
Other

ચેન્નાઈ, દુનિયાભરના દેશોએ ગઈ કાલે ઈસરોને મિશન મૂનને શુભકામનાઓ આપી છે. ભારતનું ચંદ્રયાન- ૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ થઈ ગયું છે. ઈસરોના આ અભિયાનમાં અહીં સુધી પહોંચાડવા માટે તમિલનાડૂના દીકરા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે એબ્દુલ કલામ, ચંદ્રયાન-૨ના મિશનના ડીરેક્ટર માયિલસામી અન્નાદુરઈ, ચંદ્રયાન-ના પ્રોજેક્ટ નિદેશક વીરમુથેવલ પીનું યોગદાન તો ઠીક પણ આ રાજયની માટી પણ મહત્વનું યોગદાન આપે છે.

રાજ્યની રાજધાની ચેન્નાઈથી લગભગ ૪૦૦ કિમી દૂર નામક્કલ ૨૦૧૨થી ચંદ્રયાન મિશનની ક્ષમતાને તપાસવા માટે ઈસરોને માટી આપે છે. કારણ કે આ જિલ્લાની જમીન ચંદ્રની સપાટી જેવી છે. આ પ્રકારથી ઈસરોએ પોતાના લેન્ડર મોડયૂલની ક્ષમતાઓની તપાસ કરવા અને તેમાં સુધારો લાવવામાં મદદ મળે છે. ચંદ્રયાન-૩ના સોફ્ટ લેન્ડિંગની સાથે સાથે તમિલનાડૂના ખાતામાં પણ ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. તમિલનાડૂએ ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્ર મિશનના પરીક્ષણ માટે ત્રીજી વાર માટીની સપ્લાઈ કરી છે. પેરિયાર વિશ્વવિદ્યાલયના ભૂવિજ્ઞાન વિભાગના ડિરેક્ટર પ્રોફેસર એસ અનબઝગને જણાવ્યું કે, નામક્કલમાં પ્રચુર માત્રામાં માટીમાં મળતી હતી.

ત્યારે આવા સમયે જરુર પડવા પર ઈસરો તેનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે, અમે ભૂવિજ્ઞાનમાં શોધ કરતા રહીએ છીએ, તમિલનાડૂમાં આ પ્રકારની માટી છે, જે ચાંદની સપાટી જેવી છે. આ માટી ખાસ કરીને દક્ષિણી ધ્રુવ પર આવેલી માટી જેવી જ છે. ચંદ્રની સપાટી પર માટી એર્નોથોસાઈટ છે, જે માટીનો એક પ્રકાર છે. પ્રોફેસર એસ એનબઝગને જણાવ્યું હતું કે, ઈસરોએ જ્યારે ચંદ્ર અન્વેષણ કાર્યક્રમની ઘોષણા કરી, ત્યાર બાદથી અમે સતત માટી મોકલી રહ્યા છીએ. ઈસરોને કમસે કમ ૫૦ ટન માટી મોકલી છે,

જે ચંદ્રની સપાટી પર રહેલી માટી જેવી જ છે. તેમણે જણાવ્યું કે, વિવિધ પરીક્ષણોથી ઈસરોના વૈજ્ઞાનિકોએ આ વાતની પુષ્ટિ કરી કે નામક્કલમાં રહેલા માટીમાં ચંદ્રની સપાટી પર રહેલા માટીની માફક છે. એક પ્રશ્નના ઉત્તરમાં અનબઝગને કહ્યું કે, નામકક્લ પાસે સ્થિત સીતમપુંડી અને કુન્નામલાઈ ગામ, આંધ્ર પ્રદેશના અમુક ભાગ અને દેશના ઉત્તરી વિસ્તારમાં આ પ્રકારની માટી ભરપુર માત્રામાં મળે છે. તેમણે કહ્યું કે, અમે ઈસરોની જરુરિયાત અનુસાર માટી મોકલતા રહીએ છીએ. તે અમારા દ્વારા મોકલેલી માટી પર પરીક્ષણ કરે છે. જો ચંદ્રયાન-૪ મિશન શરુ થશે તો તેના માટે પણ અમે માટી આપવા માટે તૈયાર છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.