સિરાજ કે શમી- પાકીસ્તાન સામે કોને મળશે તક? રોહીત- દ્રવિડની સામે સૌથી મોટો સવાલ

Other
Other

એશિયા કપની તૈયારી માટે બેંગલુરુમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેમ્પ શરૂ થઈ ગયો છે. 24 ઓગસ્ટ ગુરુવારથી શરૂ થયેલાં આ ટ્રેનિંગ કેમ્પના પહેલાં દીવસે તો બ્રેકથી પરત ફરેલાં ખેલાડીઓના કેટલાય પ્રકારનાં ટેસ્ટ કરવામાં આવ્યા જેથી કરીને તેમની ફિટનેસ જાણી શકાય. અસલી તૈયારી તો હવે શરૂ થશે જેમાં બેટિંગ બોલીંગ અને ફિલ્ડિંગ પ્રેક્ટિસની સાથે પ્લેઈંગ ઈલેવન જેવાં પ્રશ્નો ઉકેલી શકાય. એમાંથી એક એવો પ્રશ્ન છે કે જેની હજુ સુધી વધારે ચર્ચા થઈ નથી. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ માંથી કોને જગ્યાં મળશે?

આ પ્રશ્ન કેમ ઊભો થયો છે અને કોનો દાવો મજબૂત છે, તેનાં વિશે આગળ જણાવીશું. પહેલાં એ જાણવું જરૂરી છે કે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર કોણ છે? શમી અને સિરાજ સિવાય 17 ખેલાડીઓની ટીમમાં જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા ફાસ્ટ બોલર છે. આ સિવાય શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યા પણ આ ભૂમિકા ભજવશે પરંતુ તેમને ઓલરાઉન્ડરની સીરીઝમાં રાખવામાં આવ્યા છે.

હવે વાત શમી-સિરાજની છે. પહેલી વાત તો એ છે કે જો ટીમ ઇન્ડિયા ઈચ્છે તો આ બંને ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં એક સાથે ઉતારી શકે અને બંને આના પુરેપુરા હકદાર છે. છતાં પણ આવું થવું મુશ્કેલ છે. કારણ છે ટીમ ઇન્ડિયાની જરૂરિયાત અને મર્યાદા. બુમરાહ ચોક્કસપણે રમશે. એવામાં તેની સાથે ઝડપી બોલર કોણ હશે તેનાં પર ચર્ચા થઈ રહી છે અને શ્રીલંકા તેનું કારણ છે, જ્યાં એશિયા કપ યોજાવાનો છે. અહીં પેસરો માટે વધારે મદદની જરૂર નથી. બીજું, ટીમ ઇન્ડિયાનાં બોલરો બેટથી બિનઅસરકારક છે.

જો ટીમ ત્રણ પેસર્સનાં રૂપમાં બૂમરાહ, શમી, સિરાજને પસંદ કરે છે તો એનાંથી ટીમ ઇન્ડિયાની બેટીંગમાં ઊંડાણ ઊમેરી શકાશે નહીં, કારણ કે એક સ્પિનરનાં રૂપમાં કુલદિપ યાદવના રમવાની ખાતરી છે અને તે પણ કોઈ બેટ્સમેન નથી. એવામાં ટીમ ઇન્ડિયા નીચેનાં ક્રમમાં 4 એવાં ખેલાડીઓની સાથે હશે, જે ફાસ્ટ બોલર છે અને તેથી શમી કે સિરાજમાંથી કોઈ એકને પસંદ કરવાની મજબૂરી છે કારણ કે તેમને શાર્દુલ ઠાકુર કે અક્ષર પટેલમાંથી કોઈ એકને જગ્યાં આપવી પડશે.

હવે સવાલ એ છે કે બંનેમાંથી કોની પસંદગી કરવામાં આવશે? બંન્ને ખેલાડીઓ આ ફોર્મેટમાં શાનદાર બોલર છે. શમીએ છેલ્લા વર્લ્ડ કપમાં અને તે પછી પણ ધમાકેદાર પ્રદર્શન બતાવ્યું છે, જો કે સિરાજ છેલ્લા દોઢ વર્ષમાં સૌથી અસરકારક વનડે પેસર રહ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ શમીની. 32 વર્ષનો અનુભવી પેસરે આજ સુધી 90 વનડે મેચ રમી છે અને 162 વિકેટ પ્રાપ્ત કરી છે. તેનો એવરેજ 26 અને સ્ટ્રાઈક રેટ 27.80નો છે. નવાં બોલની સાથે સ્વિંગનો ઉપયોગ કરવો શમીની ખાસિયત છે, જે બેટ્સમેન માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. સાથે જ તે મધ્યમ ઓવરમાં પણ શોર્ટ બોલનો સારો ઊપયોગ કરે છે. જોકે, ડેથ ઓવરમાં તે વધારે અસરકારક રહ્યો નથી.

એટલું જ નહીં, શમી 2019 વર્લ્ડ કપ પછી ફક્ત 23 વનડે મેચ રમી છે, જેમાં તેણે 30ના સ્ટ્રાઈક રેટ અને 30નાં એવરેજથી 35 વિકેટ હાંસિલ કરી છે. સાથે જ તેનું ફોર્મ પણ બહું સારું રહ્યું નથી.

તેની સરખામણીમાં સિરાજે છેલ્લા દોઢ વર્ષમાં તેની તમામ વનડે રમી છે. 2019માં પ્રથમ વનડે રમ્યા બાદ સિરાજે 2022થી અત્યાર સુધીમાં 23 વનડે રમી છે અને તે સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર સાબિત થયો છે. 1 જાન્યુઆરી, 2022 થી, બુમરાહ આઇસીસીના સંપૂર્ણ સભ્ય દેશોમાં બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે આ 23 મેચોમાં 19ની એવરેજ અને 24ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 43 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી પણ 4.62ની છે. માત્ર વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફ (26 મેચ, 44 વિકેટ) તેમનાથી આગળ છે.

એટલું જ નહીં, સિરાજ આ વર્ષની શરૂઆતમાં ICC રેન્કિંગમાં પણ નંબર વન પર પહોંચી ગયો હતો, પરંતુ સિરાજનો દાવો માત્ર એટલા માટે મજબૂત નથી. વાસ્તવમાં, સિરાજ હાલમાં સફેદ બોલથી તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે. ખાસ કરીને નવા બોલથી પાવરપ્લેમાં વિકેટ લેવામાં તે સતત સફળ રહ્યો છે. આ ઉપરાંત, તે ખૂબ જ આર્થિક પણ સાબિત થયો છે અને ઇનિંગ્સના કોઈપણ ભાગમાં અસરકારક દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ડેથ ઓવર્સમાં, સિરાજે રનને નિયંત્રિત કરવાની સાથે વિકેટ પણ લીધી છે.

આવી સ્થિતિમાં બુમરાહ સાથે તેની જોડી ટીમ માટે મજબૂત સાબિત થઈ શકે છે. આમ છતાં શમીનો અનુભવ અને તેનો ટ્રેક રેકોર્ડ સાક્ષી છે કે તેને અવગણી શકાય તેમ નથી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે અને તે પહેલા આ ટ્રેનિંગ કેમ્પમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે, કારણ કે આ સંખ્યા કરતા વધુ મુશ્કેલ નિર્ણય છે. અત્યારે 4 બેટ્સમેન દેખાઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.