અમદાવાદમાં એક યુવકે બેફામ રિક્ષા ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા

Other
Other

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો ડર ન હોય એમ પૂર્વ વિસ્તારમાં એક યુવાન બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો. રિક્ષામાં બેઠેલા અન્ય બે શખસ લટકીને ખુલ્લેઆમ છરી બતાવીને લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક-પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રિક્ષાચાલાક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા એક ટ્રેક્ટર અને મિની ટેમ્પોની વચ્ચેથી જોખમી રીતે ઓવરટેક કરે છે. બાદમાં આગળ જતાં રિક્ષામાં પાછળ બેઠેલા બે શખસ બહાર લટકીને છરી બતાવી રહ્યા છે. બન્ને શખસ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઊભો કરતા હોય એવું જોવા મળે છે.


અમદાવાદના નિરાંત ચાર રસ્તાથી વસ્ત્રાલ ચાર રસ્તા તરફ એક GJ-27-TE-2490 નંબરની રિક્ષા બેફામ ચાલી રહી હતી. રિક્ષાચાલક આસપાસના વાહનચાલકોમાં જીવ જોખમમાં મુકાય એ પ્રકારે રિક્ષા ચલાવી રહ્યો હતો. રિક્ષામાંથી પાછળની સીટ પર બેઠેલા 2 અન્ય શખસ હાથમાં છરી લઈને રસ્તા પર જતા લોકોને બતાવી રહ્યા હતા. આ દૃશ્યોથી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. બનાવ અંગેની પોલીસને પણ જાણ થઈ હતી.આઇ ડિવિઝન ટ્રાફિક-પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધ્યો હતો. રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષામાલિક સુધી પહોંચી હતી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના 19 વર્ષીય રિક્ષાચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલી 2 અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કરી છે. પોલીસે રિક્ષા પણ જમા કરીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ બેફામ ડ્રાઇવિંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકનારા અનેક શખસોની પોલીસે ધરપકડ કરી કડક કાર્યવાહી કરી છે છતાં આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.