ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં વાયુસેનાનું અપમાન ને લઇ વિવાદ વાયુસેનાએ એક લેટર લખીને સેન્સર બોર્ડને ફરિયાદ કરી છે

Other
Other

મુંબઈ,
બાૅલીવુડની વધુ એક ફિલ્મ વિવાદોમાં સપડાઇ છે. આ વખતે સ્ટાર કિડ્‌સ જ્હાન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ને લઇને વિવાદ ઉભો થયો છે. ભારતીય વાયુસેનાએ ફિલ્મના કેટલાક સીન્સ પર આપત્તિ દર્શાવી છે, અને એક લેટર લખીને સેન્સર બોર્ડને ફરિયાદ કરી છે. વાયુસેનાનુ કહેવુ છે કે, ફિલ્મમાં સેનાની ઇમેજને ખોટી રીતે દર્શાવવામાં આવી છે.વાયુસેના તરફથી સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે અને આના પર એક્શન લેવાની માંગ કરી છે. આ ફિલ્મ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે.’ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ ભારતીય વાયુસેનાની લડાકૂ પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે.
ભારતીય વાયુસેનાની અધિકારી ગુંજન સક્સેના ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભાગ લેનારી પહેલી મહિલા પાયલટ બની. આનુ નિર્માણ કરણ જાૈહરની ધર્મા પ્રાૅડક્શને કર્યુ છે. જ્હાન્વી કપૂરે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. ભારતીય વાયુસેનાએ ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ના કેટલાક એવા સીન્સ પર આપત્તિ દર્શાવતા કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડને એક પત્ર લખ્યો છે, જેમાં તેને અનુચિત રીતે નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે.
સુત્રોનુ કહેવુ છે કે રક્ષા મંત્રાલયે ગયા મહિને જ્યારે વેબસીરીઝમા સશસ્ત્ર દળોના જવાનોના કેરેક્ટર પર મોટી આપત્તિ દર્શાવતા સીબીએફસીને પત્ર લખ્યો હતો. પહેલા આ ફિલ્મ ૧૩ માર્ચ ૨૦૨૦એ થિએટરોમાં રિલીઝ થવાની હતી. પછી કાૅવિડ-૧૯ના કારણે ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. જ્હાન્વી કપૂરની આ બીજી ફિલ્મ છે, તેને પહેલી ફિલ્મ ધડકથી બાૅલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.