ગરમીના કારણે તૂટ્યો PoKમાં પુલ, ચીન જવાનો રસ્તો બંધ

Other
Other

દક્ષિણ એશિયા અત્યારે ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનમાં હીટવેવે ગરમી વધારી છે. ખરાબ એર ક્વોલિટીની સાથે સાથે જંગલો અને ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે આ ગરમીના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની હુંજા વૈલીમાં એક પુલ તૂટી ગયો છે. POKનો હસનાબાદ બ્રિજ તૂટવાનું સૌથી મોટું કારણ ગરમી છે.

ઘટનાનો વિડીયો સામે આવ્યો

ખતરનાક ગરમીના કારણે POKમાં શિસ્પર ગ્લેશિયર પીગળી ગયું, જેના કારણે અચાનકથી ભારે પૂર આવ્યું. આ કારણે શનિવારના ઐતિહાસિક હસનાબાદ પુલ તૂટી ગયો. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કોંક્રીટના બ્લોક પડી રહ્યા છે અને જોતજોતામાં પુલનો એક ભાગ પડી ગયો. સામાન્ય રીતે આ પ્રકારની તસવીરો વરસાદની ઋતુમાં આવતા પૂરમાં જોવા મળતી હોય છે.

2 પાવર પ્લાન્ટ નષ્ટ થઈ ગયા

આ પુલના તૂટવાથી કારાકોરમ હાઈવે પર POK અને ચીનનો સંપર્ક તૂટી ગયો છે. આ એક આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, કેમકે આ દુનિયાના સૌથી ઊંચા રોડમાંથી એક છે. સરકારી એજન્સીઓએ પુલ તૂટ્યો હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, નાના વાહનોને હવે સાસ વૈલી રોડ તરફથી વાળવામાં આવી રહ્યા છે. પાક મીડિયા પ્રમાણે પૂરના પાણીથી હસનાબાદમાં 2 પાવર પ્લાન્ટ નષ્ટ થઈ ગયા છે. લોકોને સુરક્ષિત નીકાળવા માટે ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

શિસ્પર સરોવરના પાણીમાં 40 ટકાની વૃદ્ધિ

મે 2019માં નાસાએ શિસ્પર ગ્લેશિયરને લઇને ચેતવણી આપી હતી કે જો પૂર આવ્યું તો કારાકોરમ હાઈવે, હસનાબાદની આસપાસના ગામો, અનેક સિંચાઈ પ્રોજેક્ટ્સ અને પાવર પ્લાન્ટ્સ પ્રભાવિત થશે. ગરમીના કારણે છેલ્લા 20 દિવસમાં શિસ્પર સરોવરના પાણીમાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.