બનાસકાંઠા જિલ્લા તાપમાનમાં ઘટાડો થતાં પ્રજાજનો ને ગરમીમાં રાહત મળી

Other
Other

ડીસા નુ મહત્તમ તાપમાન ૩૬.૩ ડિગ્રી  નોંધાતાં લોકોએ આકરી ગરમી થી હાશકારો અનુભવ્યો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડવાનું ચાલુ થયુ હતુ. જેમાં ૩ દિવસ અગાઉ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો રીતસર આગ ઓકતી ગરમીમાં શેકાયા હતા. પરંતુ ૨ દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના પરિણામે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં  મહત્તમ તાપમાન ૪ થી ૫ ડિગ્રી જેટલું ઘટતાં લોકોએ આકરી ગરમી થી હાશકારો અનુભવ્યો છે જોકે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં ઉતાર ચઠાવ જોવા મળી રહ્યો છે પરંતુ હવામાન નિષ્ણાતોના મતે એપ્રિલના અંતમાં અને મે મહિનામાં કાળઝાળ ગરમીના રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે બીજીતરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયા વાતાવરણ અને માવઠા બાદ ગરમીનો પારો ઉચકાયો હતો. ગુજરાત ના અનેક ભાગોમાં ગરમીનો રાઉન્ડ આવતાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ ગરમી નો પ્રકોપ જોવા મળ્યો હતો બપોરના સમયે તો આકાશમાંથી અગનગોળા છૂટતા હોય તેવી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા હતા. ત્યારે આકરી ગરમીને પગલે હીટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ ફરી એક વાર પ્રજાજનો ને ગરમીમાંથી રાહત મળતા હાશકારો અનુભવ્યો છે.

ગરમી ના કારણે બસ સ્ટેન્ડ સૂમસામ જોવા મળતા હતા: છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધતાં બસ સ્ટેન્ડ સહિત તમામ કચેરીઓમાં અવર જવર ઓછી જોવા મળી રહી છે. જેમાં ગરમીથી બચવા લોકો ઘરમાં છત, અને પંખાના સહારે ઘરમાં જ પુરાઇ રહેતા હોય છે. સખત ગરમીના કારણે બપોરના ૧૨ વાગ્યા પછી ગામના ચોરા, બજારો, બસ સ્ટેન્ડ સહિતના તમામ સ્થાનો સુમસામ ભાસતા હતા.

તાપમાન નો પારો ધટતા લગ્ન આયોજકોમાં પણ રાહત: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી લગ્નની મૌસમ ખીલી છે ત્યારે ગરમી ના કારણે લગ્ન આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ તાપમાનનો પારો ઘટતા ગરમી માંથી મોટી રાહત મળતા લગ્ન આયોજકો પણ રાહત અનુભવી રહ્યા છે.

પવનની દિશા બદલાતા ગરમી માંથી મોટી રાહત મળી: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પવનની દિશા બદલાતા ગરમીમાં પણ ઘટાડો નોંધાયો છે ભેજવાળા પવનો ફુકાતા ગરમી નું પ્રમાણ પણ ધટયુ છે વહેલી સવારે પણ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.

ડીસામાં રવિવાર નું તાપમાન ની સ્થિતિ

મહત્તમ તાપમાન ૩૬.૩ ડીગ્રી

લઘુતમ તાપમાન ૨૪.૧ ડીગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા

પવનની ગતિ પ્રતિ કલાક ૮ કીમી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.