પાનમ મુખ્ય કેનાલમાં ડૂબી જતાં 3 યુવકોના મોત, પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ

Other
Other

કેનાલમાં ડુબતા ત્રણનાં મોત નિપજ્યાં છે. મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ નજીક આવેલા પાનમ મુખ્ય કેનાલમાં ડૂબી જતા 3 યુવકોના મોત નીપજ્યા છે. પાનમ મુખ્ય કેનાલમાં પગ લપસી જતાં ડૂબેલા યુવકને બચાવવા જતા અન્ય 2 યુવકો પણ કેનાલના પાણીમાં ડૂબ્યા હતા. ત્રણેય યુવકોના મૃતદેહને પીએમ માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પંચમહાલમાં પાનમ ડેમ આવેલી છે. ત્યારે પંચમહાલમાં આ ડેમની મહાદેવ મંદિર પાસે આવેલી કેનાલમાં 3 મુસ્મિમ યુવકો ન્હાવા માટે કૂદયા હતા. પરંતુ આકસ્મિકરૂપે 3 યુવકો કેનાલમાં ડૂબી ગયા હતા. જોકે આ 3 યુવકો કેવી રીતે ડૂબ્યા હતા, તે સંપૂર્ણ માહિતી હજુ અકબંધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.