થરા-શિહોરી નેશનલ હાઈવે પર સોયાબીન તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારતા આસપાસના લોકોએ તેલ લેવાં કરી પડાપડી

Other
Other

બનાસકાંઠાનાં કાંકરેજના થરા- શિહોરી નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરીને રાજસ્થાન લઈ જઈ રહેલું ટેન્કરની સામે પશુ આવતાં પલ્ટી ખાઈ ગયું હતું. આજુબાજુના લોકોને આ ઘટના અંગે જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને તેલ લેવાં પડાપડી કરી રહ્યા હતા. ટેન્કર ચાલક દ્વારા પોલિસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને તેલની લૂંટ કરતાં અટકાવ્યાં હતાં.

મળેલી માહિતી અનુસાર ટેન્કર કંડલાથી સોયાબીન તેલ ભરીને રાજસ્થાનના ભીવંડી લઈ જઈ રહ્યું હતું. આ ટેન્કર કાંકરેજના માનપુર પાસે પહોંચ્યું ત્યારે ટેન્કર સામે ગાય આડી આવતાં ગાયને બચાવવા જતાં ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

સ્થાનિકોને જાણ થતાંની સાથે જ નાનાથી લઈને મોટાં લોકો વાસણ લઈને દોડી આવ્યા હતાં. અને તેલ લેવાં માટે પડાપડી કરી રહ્યા હતા. શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લોકોને તેલની લૂંટ કરતાં અટકાવ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.