પાકિસ્તાનમાં વધુ એક ઐતિહાસિક હિન્દુ મંદિર તોડી પડાયું, બનાવવામાં આવશે કોમર્શિયલ કોમ્પ્લેક્સ

Other
Other

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વધુ એક ઐતિહાસિક મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આ ‘ખૈબર મંદિર’ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પાસે આવેલું હતું. હવે મંદિરની જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થાનના મૂળ રહેવાસીઓ વર્ષ 1947 માં ભારતમાં સ્થળાંતર કરી ગયા હતા, ત્યારબાદ મંદિર બંધ થઈ ગયું હતું.

‘ખૈબર મંદિર’ ખૈબર જિલ્લાના સરહદી શહેર લેન્ડી કોટલ બજારમાં આવેલું હતું, પરંતુ તે વર્ષોથી ધીરે ધીરે અદૃશ્ય થઈ રહ્યું હતું. આ જગ્યા પર કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ લગભગ 10-15 દિવસ પહેલા શરૂ થયું હતું. જ્યારે પાકિસ્તાની અધિકારીઓને મંદિર વિશે સવાલ પૂછવામાં આવે છે તો તેઓ પોતપોતાના જવાબો આપી રહ્યા છે. કેટલાક અધિકારીઓનું કહેવું છે કે તેઓ મંદિરના અસ્તિત્વ વિશે જાણતા નથી, જ્યારે કેટલાક અધિકારીઓનું કહેવું છે કે સંકુલનું બાંધકામ નિયમો મુજબ થઈ રહ્યું છે.

ખૈબર મંદિર વિશે પ્રાદેશિક પત્રકારે શું કહ્યું?: અગ્રણી આદિવાસી પત્રકાર અને લેન્ડી કોટલના રહેવાસી ઈબ્રાહિમ શિનવારીએ દાવો કર્યો હતો કે મુખ્ય લેન્ડી કોટલ બજારમાં એક ઐતિહાસિક મંદિર હતું. તેમણે કહ્યું, ‘મંદિર લેન્ડી કોટલ માર્કેટની મધ્યમાં આવેલું હતું, જે 1947માં સ્થાનિક હિંદુ પરિવારોના ભારતમાં સ્થળાંતર થયા પછી બંધ થઈ ગયું હતું. 1992માં ભારતના અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી, કેટલાક મૌલવીઓ અને મદરેસાઓએ આ મંદિરને આંશિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું.

પોતાના બાળપણને યાદ કરતા ઈબ્રાહિમે કહ્યું કે તેણે પોતાના પૂર્વજો પાસેથી આ મંદિર વિશે ઘણી વાર્તાઓ સાંભળી છે. તેમણે કહ્યું, ‘લેંડી કોટલમાં ખૈબર મંદિર નામનું ધાર્મિક સ્થળ હતું તેમાં કોઈ શંકા નથી.’

પાકિસ્તાનના અધિકારીઓ અસ્પષ્ટ જવાબો આપી રહ્યા છે: પાકિસ્તાન હિંદુ મંદિર પ્રબંધન સમિતિના હારૂન સરબદિયાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિન-મુસ્લિમો માટે ધાર્મિક મહત્વ ધરાવતી ઐતિહાસિક ઈમારતોની સુરક્ષા અને પુનર્વસન સુનિશ્ચિત કરવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત સરકારી વિભાગોની છે. તેમણે કહ્યું, ‘પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ, પોલીસ, સંસ્કૃતિ વિભાગ અને સ્થાનિક સરકાર 2016ના એન્ટિક્વિટી એક્ટ દ્વારા બંધાયેલા છે, જેથી પૂજાના સ્થળો સહિત આવા સ્થળોની સુરક્ષા કરવામાં આવે.’

લેંડી કોટલના પટવારીએ શું કહ્યું?: દરમિયાન, ડૉન અખબારે લેન્ડી કોટલના આસિસ્ટન્ટ કમિશનર મુહમ્મદ ઇર્શાદને ટાંકીને જણાવ્યું હતું કે ખૈબર આદિવાસી જિલ્લાના સત્તાવાર જમીન રેકોર્ડમાં મંદિરનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે મંદિર તોડી પાડવા અંગે અજ્ઞાન વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, ‘લેંડી કોટલ માર્કેટની આખી જમીન રાજ્ય સરકારની હતી.’ લેન્ડી કોટલના પટવારી જમાલ આફ્રિદીએ દાવો કર્યો હતો કે તેઓ મંદિરના સ્થળે બાંધકામની પ્રવૃત્તિથી વાકેફ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.