સિદ્ધપુર તાલુકાના દેથળી ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલી અને જાનથી મારી નાંખવાની ધમકીઓથી કંટાળીને એક યુવકે ઉધઈ મારવાની દવા પી લીધી હોવાની ઘટના સજૉતા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના દેથળી ગામે રહેતા ગિરીશ સોલંકી નામના યુવકને ગામના જ શૈલેષ સાથે નજીવી બાબતે બોલા ચાલી થઈ હતી. તા. 28મી જાન્યુઆરીના રોજ સાંજે દેથળી ગામમાં શૈલેષે ગિરીશ સાથે બોલાચાલી કરી ધમકી આપી હતી કે, ‘તારા છોકરાએ મારી ઉપર દડો કેમ નાખ્યો હતો.આ બાબતને લઈ ગિરીશ સાથે બોલાચાલી કરીને ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત મળતી ધમકીઓ અને અપમાનને કારણે ગિરીશે માનસિક તણાવમાં આવી પોતાના ઘરે રાખેલી લાકડામાં ઉધઈ મારવાની દવા પાણીમાં ભેળવીને પી લીધી હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.આ ઘટનાની જાણ પરિવાર દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સિદ્ધપુરમાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતા યુવકે દવા પીધી

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
