રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ29 મે, 2025| Super Admin

સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ

સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ
૧૯ વર્ષની કિશોરીના વજન-ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ કરી સેનેટરી પેડનું વિતરણ કરાયું; સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે તા. ૨૮ મે ને  બુધવારે “વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત રંગોળી, જન જાગૃતિ રેલી, અને એડોલેશન ગર્લનો વર્કશોપ, ૧૨ થી ૧૯ વર્ષની કિશોરીઓના વજન, ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાએથી આવેલ RKSKના નોડલઓફિસર દ્વારા ઉપસ્થિત ૧૨ થી ૧૯ વર્ષ સુધીની કિશોરીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન સેનેટરી પેડ અથવા મેનસ્ટુઅલ કપનો ઉપયોગ દર ચાર થી છ કલાકે પેડ બદલવા,જનન અંગોને સ્વચ્છ રાખવા, જનન અંગોને સાફ કરવા ગરમ પાણીનો ઉપયોગ કરવો, સુગંધિત મેનસ્ટુઅલ પોડકટનો વપરાશ ટાળવો, તણાવ ટાળવો, પુરતો આરામ કરવો અને વધુ પડતું પાણી લેવું, સેનેટરી પેડનો નિકાલ કેવી રીતે કરવો, સ્વચ્છ અને શક્ય હોય ત્યાં સુધી કોટનના જ આંતરિક વસ્ત્રો પહેરવા અને નિયમિત બદલવા, માસિક સ્ત્રાવ દરમ્યાન શારીરિક સ્વચ્છતા જાળવવા પર ખાસ ધ્યાન આપવું, માસિક સ્ત્રાવ વિષે જન જાગૃતિ ફેલાવવી અને અન્ય સ્ત્રીઓને પણ જાગૃત કરવી, માસિક સ્ત્રાવ દરમિયાન કોઈ તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સમ્પર્ક કરવો જેવી બાબતો પર વિશેષ સમજ આપવામાં આવી હતી. તેમજ ૬૦ જેટલી ૧૨ થી ૧૯ વર્ષની કિશોરીના વજન, ઉંચાઈ,અને હિમોગ્લોબીનની તપાસ કરી કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોડલ ઓફિસર (RKSK) ડૉ.રેખા નાયક, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ .રાહુલ તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર અને બહોળા પ્રમાણમાં આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો.

સંબંધિત સમાચાર