હિંમતનગરમાં ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણાધીન ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 22 કરોડના ખર્ચે બની રહેલા આ ઓવરબ્રિજનું આગામી નવા વર્ષે લોકાર્પણ થઈ શકે છે.210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. હાલમાં બંને તરફના એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે. વિયરમાં પાણી હોવા છતાં કામગીરી ચાલુ છે. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે અન્ડરપાસ તરફ અને ખેડ તસિયા તરફના એપ્રોચ રોડના છેડે કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજ પર ફૂટપાથની પેરાફીટ અને વીજ પોલના વાયરિંગની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. હિંમતનગર R&B સ્ટેટના આસી. એન્જિનિયર નિર્મલભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે. 18 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં ઓવરબ્રિજનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે.
હિંમતનગરના હાથમતી પર ઓવરબ્રિજનું કામ પૂર્ણતાને આરે

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
23 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
