રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 માર્ચ, 2025| Super Admin

લાંચ લેતા ઝડપાયેલી મહિલા નાયબ કલેકટરની મુશ્કેલીઓ વધી; સોના-ચાંદીના દાગીના મળી આવ્યા

લાંચ લેતા ઝડપાયેલી મહિલા નાયબ કલેકટરની મુશ્કેલીઓ વધી; સોના-ચાંદીના દાગીના મળી આવ્યા
નાયબ કલેકટરના લોકરમાંથી રૂ.74.89 લાખના સોના-ચાંદી ના દાગીના મળ્યા; પાલનપુરમાં લાંચ લેતા ઝડપાયેલા મહિલા નાયબ કલેકટરની મુશ્કેલી ઓ દિન-પ્રતિદિન વધી રહી છે. રૂ. 3 લાખની લાંચ લેતા ઝડપાયેલા મહિલા નાયબ કલેકટરના બેંક ના લોકરમાંથી રૂ.74.89 લાખના દાગીના મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ઇમરાન નાગોરી તાજેતરમાં રૂ.3 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારે એસીબીએ નાયબ કલેકટર અંકિતા ઓઝાની મહેસાણા સ્થિત બેંકમાં તપાસ હાથ ધરી હતી. મહેસાણા બેંક ઓફ બરોડા ના લોકરમાં તપાસ દરમિયાન સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. અગાઉ નાયબ કલેકટરની જામીન અરજી પણ ના-મંજૂર થઈ હતી. હવે લોકરમાંથી દાગીના મળી આવતા આવક કરતા વધુ અપ્રમાણસરની મિલકત ધરાવવા ના કેસમાં નાયબ કલેકટરની મુશ્કેલીઓ વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. લોકરમાંથી શું મળી આવ્યું? લાંચ લેતા ઝડપાયેલા મહિલા નાયબ કલેકટર અંકિતા ઓઝાના બેંક લોકરમાંથી રૂ.59,63,000 ની કિંમતના 10 સોનાના બિસ્કિટ તથા 7 સોનાની લગડી મળી આવી હતી. આ ઉપરાંત રૂ.15, 26,839 ની કિંમતના સોના-ચાંદી ના દાગીના મળી આવ્યા હતા. આમ, લોકરમાંથી કુલ રૂ.74,89, 839 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને સોનાના બિસ્કિટ મળી આવતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

સંબંધિત સમાચાર