રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા
ગુજરાત31 જુલાઈ, 2025| Super Admin

‘ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશન દ્વારા પુનિત વન, ગાંધીનગર ખાતે વિવિધ ૧૧૧ વૃક્ષ-છોડ વાવવામાં આવ્યા

‘ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશન દ્વારા પુનિત વન, ગાંધીનગર ખાતે વિવિધ ૧૧૧ વૃક્ષ-છોડ વાવવામાં આવ્યા

(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સહિત ભારતભરમાં શરૂ કરવામાં આવેલ ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશનના અધ્યક્ષા અને વન વિભાગના વડા ડૉ.એ.પી.સિંઘના નેતૃત્વમાં પુનિત વન,ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના ધર્મપત્ની અને IAS WIVES એસોસિએશનના અધ્યક્ષા શ્રીમતી જ્યોત્સના જોષી, IPS WIVES  એસોસિએશનના અધ્યક્ષા અને પોલીસ વડા શ્રી વિકાસ સહાયના ધર્મ પત્ની શ્રીમતી અનુરાધા સહાય સહિત તેમની સમગ્ર ટીમ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બની હતી.

IFS- WIVES એસોસિયેશન ના અધ્યક્ષા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રીમતી ગીતા સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે,પર્યાવરણના સંવર્ધન,જતન અને સંરક્ષણના ધ્યેય સાથે ગાંધીનગર અને અમદાવાદ ખાતે સેવારત અંદાજે ૫૫ જેટલા IAS, IPS અને IFS અધિકારીઓની ધર્મ પત્ની -ટીમ દ્વારા તેમના નામ‌ સાથે ‘એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રકારના કુલ ૧૧૧ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

જેમાં મુખ્યત્વે પીંપળ,  વડ, જાંબુ,  કુસુમ આંબળા, રાયણ, બોરસલ્લી, સરગવો ઉમરો, ખાટી આંબલી, બહેડા, કાજલિયા,અર્જુન સાદળ, પૌગારો અને રેન્ટ્રી જેવા ફળાઉ તેમજ ઔષધીય વૃક્ષોનો સમાવેશ થાય છે તેમ‌,તેમણે ઉમેર્યું હતું.



Source link

સંબંધિત સમાચાર