રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ15 એપ્રિલ, 2025| Super Admin

પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં ૪૦ હજારથી વધુ બોરીની આવક

પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં ૪૦ હજારથી વધુ બોરીની આવક
પાટણ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, સાચું તોલ અને રોકડ નાણાના વહેવારે ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કર્યો છે : ચેરમેન  તહેવારોની રજા  બાદ મંગળવારે શરૂ થયેલ પાટણ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી મોટીસંખ્યામાં પાટણ સહિત મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો પોતાના વિવિધ પાકોના ઉત્પાદનનું વેચાણ કરવા વાહનો મારફતે આવી પહોંચતા પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ જણશોની બમ્પર આવક થઈ હોવાની સાથે પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર દિગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ તમાકુની બોરીની આવક થવા પામી હોવાનું ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું. ત્રણ દિવસની રજા બાદ મંગળવારથી શરૂ થયેલ પાટણ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતો વાહનો મારફતે પોતાના એરંડા, રાયડો ઘઉં સહિતની જણશોના વેચાણ માટે આવી પહોંચતા અને માર્કેટયાર્ડમાં વાહનોના ખડકલાના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્કેટયાર્ડના કર્મચારીઓ તેમજ સિક્યુરિટીના જવાનોએ સુંદર આયોજન ગોઠવ્યું હતું. પાટણ માર્કેટયાર્ડ દ્વારા પાટણ-ઊંઝા હાઇવે માર્ગ પર આવેલ દિગડી ગામ નજીક કાર્યરત કરાયેલા હંગામી તમાકુ યાડૅમા પાટણ પંથક સહિત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને પોતાના તમાકાના ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહેતું હોય અંદાજીત ૪૦ હજારથી વધુ તમાકુની બોરીની આવક થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

સંબંધિત સમાચાર