રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 મે, 2026| Super Admin

અમીરગઢના આવલ ગામમાં જંગલી રીંછ ઘૂસતા લોકોમાં ફફડાટ

અમીરગઢ તાલુકાના આવલ ગામમાં અચાનક એક જંગલી રીંછ ઘૂસી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ છવાઈ ગયો છે.જંગલમાંથી ભટકતું ભટકતું આ રીંછ સીમ વિસ્તાર પાર કરીને સીધું જ ગામના રહેણાંક વિસ્તારની શેરીઓમાં આવી પહોંચ્યું હતું. રીંછ ફરતું ફરતું લોકોના ઘરના ચોક સુધી પહોંચી જતાં સ્થાનિક લોકો જીવ બચાવવા માટે ઘરોમાં સંતાઈ ગયા હતા. જો કે, ગામમાં રીંછ ઘૂસ્યાની વાત વાયુવેગે ફેલાતા જાગૃત નાગરિકો એકઠા થઈ ગયા હતા અને સચેત રહેવા અપીલ કરી રીંછના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.ઘટનાની જાણ થતાં જ અમીરગઢ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રીંછને પકડીને રેસ્ક્યૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. વન વિભાગના અનુમાન મુજબ, કાળઝાળ ગરમીને કારણે પાણી અને ખોરાકની શોધમાં આ રીંછ જંગલ સરહદ છોડીને માનવ વસાહતમાં આવી ચડ્યું હતું.

સંબંધિત સમાચાર