રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

ડીસા પંથકમાં વાતાવરણ પલટાયું : ઝરમર વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર

ડીસા પંથકમાં વાતાવરણ પલટાયું : ઝરમર વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર

​ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે હવામાન વિભાગની આગાહીના પગલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતાં અને પવન ફૂંકાતા ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ડીસા શહેર તેમજ થેરવાડા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે ઝરમર વરસાદ પડતા તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.

​​છેલ્લા કેટલાક સમયથી મહેનત કરીને પકવેલો પાક જ્યારે લણણીના આરે છે, ત્યારે જ કુદરતે મિજાજ બદલતા ખેતી પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે ​જીરું, વરિયાળી અને રાયડા જેવા રોકડિયા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ખેતરમાં કાપણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા ખેડૂતોએ ભારે જહેમત ઉઠાવી હતી.​માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં રહેલો માલ પલળી ન જાય તે માટે વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ જોવા મળી હતી.​પાક વેચવા માટે ખેડૂતોની ઉતાવળ ​સંભવિત માવઠાના કારણે પાકની ગુણવત્તા બગડવાની બીકે અને આર્થિક નુકસાનથી બચવા માટે ખેડૂતો ઉતાવળે પાક લણીને વેચવા માટે મજબૂર બન્યા છે. ડીસા પંથકમાં ઝરમર વરસાદના સમાચાર વહેતા થતા જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના કામકાજમાં તેજી જોવા મળી હતી. ખેડૂતો અત્યારે માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા વિરામ લે અને પાક સુરક્ષિત રીતે ઘરે આવી જાય.

સંબંધિત સમાચાર